GST અધિકારીઓનાં દરોડા પાડતા વેપારીનાં ઘરમાંથી દારૂ મળ્યો

News18 Gujarati
Updated: November 17, 2019, 10:16 AM IST
GST અધિકારીઓનાં દરોડા પાડતા વેપારીનાં ઘરમાંથી દારૂ મળ્યો
પ્રતિકાત્મક તસવીર

વેપારીના ઘરેથી વિદેશી દારુની બોટલો મળી આવતા જીએસટીના અધિકારીઓએ વસ્ત્રાપુર પોલીસને જાણ કરી હતી.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી લાડ સોસાયટી પાસે સુભાષપાર્ક સોસાયટીમાં સ્ટેટ જીએસટીની ટીમ રેડ કરવા ગઈ હતી. જ્યાં વેપારીના ઘરેથી વિદેશી દારુની બોટલો મળી આવતા જીએસટીના અધિકારીઓએ વસ્ત્રાપુર પોલીસને જાણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસે વેપારીના ઘરેથી 12 નંગ વિદેશી દારુની બોટલ અને એક ખાલી બોટલ મળી આવી હતી. કુલ 49,400 રુપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કેસમાં વેપારી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાં લાડ સોસાયટી પાસે સુભાષ પાર્ક સોસાયટી છે. જેના 4 નંબરનાં બંગલામાં અશોકભાઈ ધરમશીભાઈ માણેલ રહે છે. શનિવારે અશોકભાઈ માણેલના ઘરે સ્ટેટ જીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા. જ્યાં જીએસટીના અધિકારીઓને વેપારી અશોક માણેલના ઘરમાંથી વિદેશી દારુની બોટલ મળી આવી હતી.

આ પણ વાંચો : લાઠીમાં 6 વીઘા જમીનમાં ઉગાડ્યો ગાંજો, ખેડૂત સહિત 3 પુત્રોની ધરપકડ

જેને પગલે મુખ્ય આસિસ્ટન્ટ કમિશનર કરવેરાની કચેરી ઈગવર્નર રાજ્ય કરભવનનાં આસિસ્ટન્ટ કમિશનર અન્વેષા ચંદ્રેશ કુમાર ભટ્ટે વસ્ત્રાપુર પોલીસને જાણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસે વેપારી અશોક માણેલનાં ઘરેથી 12 નંગ વિદેશી દારુની બોટલ અને એક ખાલી બોટલ મળી 49 હજાર 400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વેપારી વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટનાં ગુના કલમ 66(1)બી, 65(એ)(ઈ), 116(બી)નાં ગુના હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
First published: November 17, 2019, 10:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading