છ લાખ પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય, ખોટા લોકોને નોકરી નહીં મળે : સીએમ રૂપાણી

News18 Gujarati
Updated: December 5, 2019, 2:04 PM IST
છ લાખ પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય, ખોટા લોકોને નોકરી નહીં મળે : સીએમ રૂપાણી
વિજય રૂપાણીની ફાઇલ તસવીર

ઉમેદવારોએ આ પરીક્ષામાં અનેક પ્રકારની ગેરરીતિ થઇ હોવાની સરકાર સમક્ષ ફરિયાદ કરી હતી.

  • Share this:
ગાંધીનગર : ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાનાં પેપરના સેન્ટરો ઉપર વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાનું ઉમેદવારો પુરાવા સાથે દાવા કરી રહ્યાં છે. ગઇકાલથી ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં યુવાનો સરકાર સામે વિરોધ કરવા માટે એકઠા થયા છે. ગઇકાલે વહેલી સવારથી અત્યાર સુધી આ યુવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં ગઇકાલે આશરે 800 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. આ મામલામાં આજે વિદ્યાર્થી ઉમેદવારોનાં આગેવાનો યુવરાજસિંહ જાડેજા અને હાર્દિકે આજે કલેક્ટરને મળવા ગયા હતા. જ્યાં તેમણે માંગ કરી હતી કે આ મામલામાં SITની રચના થાય અને આ કમિટિમાં કોઇપણ રાજકીય નેતા ન હોય. જોકે, કલેક્ટરે પણ આ આગેવાનોને તેમની વાત સકારાત્મક રીતે સીએમ સુધી પહોંચાડશે તેવી સાંત્વનાં આપી છે. આગેવાનોએ ચિમકી આપતા કહ્યું છે કે, આ એસઆઈટીની રચના થશે પછી જ અમે આંદોલનને શાંત પાડીશું.

સંપૂર્ણ તપાસ થશે: સીએમ રૂપાણી

આ અંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદનાં એક કાર્યક્રમમાં ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું છે કે, સીએમ વિજય રૂપાણીએ આ અંગે જણાવતા કહ્યું છે. વિદ્યાર્થીઓની લાગણી છે કે, ગૌણ સેવા દ્રારા લેવાયેલી પરીક્ષામાં પેપર લીક થયા છે ગેરરીતિ થઇ છે આ અંગે સરકારનું મન ઘણું ખુલ્લું છે. સંપૂર્ણ તપાસ અને તેના આધારે પગલા લેવા માટે સંમત છે. સરકાર માને છે કે પરીક્ષા આપવા માટે છ લાખથી વધુ લોકોએ જે મહેનત કરી છે તે એળે ન જાય અને જે લોકો ખોટા છે તે લોકો નોકરી ન લઇ જાય. આ બંન્ને બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર સહમત છે. ત્યારે વિદ્યાર્થીઓ પ્રશ્નનાં સોલ્યુસન તરફ આગળ વધે. ઉમેદવારોની કલેક્ટર સાખે બેઠક મળી છે. આ સમસ્યાનું નિરાકરણ થશે. સરકારની લાગણી છે કે પારદર્શી રીતે જ સરકારની ભરતી થવી જોઇએ. વિદ્યાર્થીઓની માંગણીને સરકાર ચોક્કસ ધ્યાન આપશે. અમારી વાતચીત તેમની સાથે ચાલી રહી છે

ઉમેદવારોનાં આગેવાનોએ SITની રચાની માંગ કરી

ઉમેદવારોનાં આગેવાન યુવરાજસિંહ જાડેજાએ આ અંગે જમાવ્યું કે, 'અમે સરકારને કહ્યું છે કે આ મામાલાને તપાસવા માટે એસઆઈટીની બનાવવામાં આવે. જેમાં એક સભ્ય ઉમેદવારો તરફથી રહેશે. આ કમિટિમાં કોઇપણ રાજકીય નેતા ન હોવા જોઇએ. આઈપીએસ, આઈએએસ કક્ષાનાં અધિકારી હોવા જોઇએ જેથી આ મામલામાં નિષ્પક્ષ તપાસ થાય.' અમારી પાસે પરીક્ષામાં ગેરરીતિનાં નક્કર પુરાવા છે એટલે આ કમિટિ તપાસમાં પરીક્ષા રદ થશે તેવો અમને વિશ્વાસ છે. પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી અમે ધરણાં ચાલુ જ રાખીશું.'

આ પણ વાંચો : બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરાવવા હજારો ઉમેદવારો ગાંધીનગરમાં, રાતે ટોઇલેટમાં સૂવા મજબૂર બન્યાં'SITની રચનામાં ગૌણસેવાનાં ચેરમેન ન જોઇએ'

ઉમેદવારોનાં આગેવાન હાર્દિકે કહ્યું કે, 'અમે પાંચ મુદ્દાઓ કલેક્ટરને આપ્યાં છે. જેમાં એસઆઈટી બનાવવાની માંગ છે. જેમાં પહેલી અમારી માંગ છે કે આ કમિટિમાં ગૌણસેવાનાં ચેરમેન નહીં હોય. અમારા તરફથી યુવરાજસિંહ જાડેજા હશે જ્યારે આઇપીએસ, આઇએએસ કક્ષાનાં અધિકારીઓ રહેશે. તપાસ નિષ્પક્ષ થવી જોઇએ.'

હાર્દિક પટેલનો વિરોધ થઇ રહ્યો હતો.


હાર્દિક પટેલ ગો બેકનાં નારા લાગ્યા

આજે ગાંધીનગરમાં જ્યારે મોટા પ્રમાણમાં ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે ત્યારે રાજકરણીઓ પણ જાણે પોતાનો રાજકીય રોટલો શેકવા આવી રહ્યાં છે. આજે સવારે એનસીપીનાં નેતા શંકરસિંહ વાઘેલા ઉમેદવારોને મળવા ગયા હતાં. જ્યારે હાલ બપોરે કોંગ્રેસનાં નેતા અમિત ચાવડા અને હાર્દિક પટેલ પણ ઉમેદવારોને મળવા પહોંચ્યાં હતાં. ત્યારે આ યુવાનોએ હાર્દિક પટેલને કાળા વાવટા બતાવ્યાં હતાં. ટોળાઓએ 'હાર્દિક ગો બેલનાં નારા પણ લગાવ્યાં હતાં.'
First published: December 5, 2019, 11:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading