Home /News /madhya-gujarat /ST નિગમનાં કર્મચારીઓ લડી લેવાનાં મૂડમાં, માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે

ST નિગમનાં કર્મચારીઓ લડી લેવાનાં મૂડમાં, માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે

રાજ્યભરની 7000 જેટલી બસોના પૈડા થંભી ગયા છે.

સીએમ વિજય રૂપાણીએ પણ એસ.ટી.નાં કર્મચારીઓને પણ વિનંતી કરી કે, હાલ હડતાળ સમેટી લો, યોગ્ય સમયે આ સમસ્યાનું પણ નિરાકરણ થશે પરંતુ સામે બાજુએ યુનિયનોએ કહ્યું જ્યાં સુધી માંગો નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

    ન્યૂઝ 18 ગુજરાતી: એસ.ટી. નિગમનાં ત્રણેવ માન્ય યુનિયનો દ્વારા છેલ્લા બે દિવસથઈ ધરણા પ્રદર્શનો પછી કાલે એટલે કે બુધવારે રાતનાં 12 કલાકથી સામુહિક રીતે માસ સીએલ પર ઉતરી ગયા છે. જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે. આજે સવારે સીએમ વિજય રૂપાણીએ પણ એસ.ટી.નાં કર્મચારીઓને પણ વિનંતી કરી કે, હાલ હડતાળ સમેટી લો, યોગ્ય સમયે આ સમસ્યાનું પણ નિરાકરણ પણ થશે.

    જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ રહેશે

    એસ.ટી નિગમનાં ઉત્તર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય આમ તમામનું પ્રતિનિધિ મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં સીએમનાં નિવેદનથી ઘણો આક્રોશ જોવા મળ્યો હતો. જેમાં તેમણે બધાએ એક સૂરમાં કહ્યું છે કે, 'જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી માસ સીએલનો કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે. મુખ્યમંત્રીનું નિવેદન ભૂલ ભરેલું છે. સીએમ કે રાજ્ય સરકાર દ્વારા અમને વાત કરવાનો કે અમારી સાથે બેઠક યોજવાનો કોઇ જ પ્રસ્તાવ અમને મળ્યો નથી.'

    સરકાર સામે આક્રોશ

    નિગમનાં યુનિયનો તે પણ કહ્યું કે, 'સીએમ એકબાજુ કહે છે કે આ નિગમ રાજ્યનાં લોકોની સેવા કરવા માટેનું છે જ્યારે બીજી તરફ કહે છે કે નફો કરતાં વિભાગને જ પગાર વધારાનો લાભ મળે. સીએમની વિનંતી પર તેમણે કહ્યું કે બે વર્ષથી અમે સરકાર સામે કરગરતા હતાં, જો અમારી માંગણીઓ પુરી કરતા હોય તો અમે હડતાળ પુરી કરી દઇશું.'

    CMએ કરી હતી વિનંંતી

    આ હડતાળ અંગે રાજ્યનાં સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, 'સાતમુ પગાર પંચ તેમની માંગણી છે, સરકારનો નિયમ છે કે જે નિગમ નફો કરતાં હોય તે ચોક્કસ સાતમું પગાર પંચ આપે. મારી વિનંતી છે કે આ રીતે ન કરે. સાથે બેસીને યોગ્ય સમયે આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. આ હળતાલ અંગે સરકાર વિચારણા કરશે.'
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CM Vijay Rupani, GSRTC, ગાંધીનગર`, ગુજરાત, હડતાલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन