Home /News /madhya-gujarat /

આજથી સવારે 8થી સાંજે 6 સુધી રાજ્યના 5 ઝોનમાં ST દોડશે, 30 મિનિટ વહેલું જવું પડશે, E-ટિકિટ મળશે

આજથી સવારે 8થી સાંજે 6 સુધી રાજ્યના 5 ઝોનમાં ST દોડશે, 30 મિનિટ વહેલું જવું પડશે, E-ટિકિટ મળશે

અમદાવાદ સિવાય રાજ્યના પાંચ ઝોનમાં તાલુકાથી તાલુકા અને તાલુકાથી જિલ્લા મથકો સુધી 7033 ટ્રીપો દોડશે

અમદાવાદ સિવાય રાજ્યના પાંચ ઝોનમાં તાલુકાથી તાલુકા અને તાલુકાથી જિલ્લા મથકો સુધી 7033 ટ્રીપો દોડશે

મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ લૉકડાઉન-૪માં નાગરિકો માટેની કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં નિયમોને આધિન વિવિધ છૂટછાટો આપવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજયમાં આવતીકાલ તા.૨૦મી મેથી સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે રાજ્યના પાંચ ઝોનમાં સવારના ૮ થી સાંજના ૬ કલાક સુધી નાગરિકોને પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવનાર છે.

રાજ્યભરમાં 1145 શીડ્યુલ અને 7033 ટ્રીપથી એસ.ટી. બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં કોઈ પણ રૂટ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાંથી પસાર થશે નહિ.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, મુસાફરો ઈ-ટીકીટ અથવા મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઈચ્છનીય છે. તેમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ન પડે તે માટે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તે રીતે બસ સ્ટેન્ડ પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કંડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ આપવામાં આવશે. મુસાફરે બસ ઉપડતા પહેલાં ઓછામાં ઓછા 30 મિનીટ પહેલા બસ સ્ટેન્ડ પર પહોંચવાનું રહેશે. બસની ક્ષમતાના 60 ટકા મુસાફરો સાથે સંચાલન કરવામાં આવશે. દરેક બસ ટ્રીપ પૂર્ણ થયેથી સેનેટાઈઝ કરી અને બીજી ટ્રીપમાં ઓપરેટ થશે.

આ પણ વાંચો :  BigNews : નીતિન પટેલનું મોટું નિવેદન, 'કન્ટેનમેન્ટ ઝોન સિવાય એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂર નથી'

મુખ્યમંત્રીએ કહ્યું કે, ડેપો બસ સ્ટેન્ડ ખાતે માસ્ક પહેરેલ હોય તેઓને જ પ્રવેશ આપવામાં આવશે મુસાફરોના સ્વાસ્થ્ય માટે બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે જ ટેમ્પરેચર ચેક કરવામાં આવશે અને કોરોનાના લક્ષણ વિનાના મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવશે. આ સમયે સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન થાય તે ખૂબ જ જરૂરી છે. બસમાં બેસતા તમામ મુસાફરોને સેનેટાઇઝરથી હાથ સાફ કરી બસની અંદર પ્રવેશ આપવામાં આવશે.

આ ઉપરાંત બસમાં મુસાફરોને બેસતા અને ઉતરતા સમયે પણ સોશિયલ ડીસન્ટસીંગનું પાલન કરવાનું રહેશે.  તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, હાલના તબક્કે સમગ્ર અમદાવાદ જીલ્લા સિવાય રાજ્યના બાકીના તમામ જીલ્લાઓમાં નિગમના નોર્મલ સંચાલનના ભાગરૂપે બસનું સંચાલન કરવામાં આવશે. ગાંધીનગર શહેરથી અમદાવાદ શહેર વચ્ચે તેમજ આંતરરાજ્ય સંચાલન સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યુ છે.

પાંચ ઝોનમાં બસો દોડશે

મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે રાજયના પાંચ ઝોનમાં એસ.ટી. નિગમ દ્વારા તબક્કાવાર વિસ્તરણ કરવામાં આવશે. જેમાં ઉત્તર ઝોનમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મધ્ય ઝોનમાં ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, દાહોદ, આંણદ, છોટાઉદેપુર, દક્ષિણ ઝોનમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ, મોરબી, જુનાગઢ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ તેમજ કચ્છ ઝોનમાં ભુજથી ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય શહેરોને બસ દ્વારા જોડીને સંચાલન કરવામાં આવશે.

આ પણ વાંચો :  Covid-19 : કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 25 મોત, 395 નવા કેસ નોંધાયા

એસ.ટી. નિગમ દ્વારા જે તે જીલ્લાની હદમાં તાલુકાથી તાલુકા અને તાલુકાથી જીલ્લામથક સુધી એસ.ટી. બસોનું સંચાલન કરવામાં આવશે તેમજ નિર્ધારિત કરાયેલ ઝોનની હદમાં તે ઝોનના જીલ્લાઓને સાંકળતો કોઈ પણ રૂટ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાંથી પસાર થશે નહીં તેની ચોક્કસ કાળજી રાખવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતુ.

એસ.ટી. દ્વારા મુસાફરો માટેની અગત્યની માર્ગદર્શિકા

  •  બસમાં મુસાફરી કરનારે બસ ઉપડવાના ઓછામાં ઓછા ૩૦ મિનીટ પહેલા બસ સ્ટેન્ડ પર પહોંચવાનું રહેશે

  •  બસની કેપીસીટીના 60 ટકા મુસાફરોને જ પ્રવેશ અપાશે.

  • માસ્ક પહેરેલા મુસાફરોને જ પ્રવેશ અપાશે.

  • બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે મુસાફરોનું ટેમ્પરેચર ચેક કરાશે.

  • મુસાફરોએ બસમાં બેસતા-ઉતરતા સોશિયલ ડીસન્ટસીંગનું પાલન કરવું ફરજિયાત

  • મુસાફરો ઈ-ટીકીટ/મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઈચ્છનીય.

  • બસ સ્ટેન્ડ પરના કાઉન્ટર પરથી તેમજ કંડકટર પાસેથી પણ ટીકીટ મેળવી શકાશે

  • ગાંધીનગર શહેરથી અમદાવાદ વચ્ચે સચિવાલય સહિતની તમામ બસ સેવાઓ બંધ રહેશે


રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું

લોકડાઉન 4 માં આપવામાં આવેલી છૂટછાટ અંગે બહાર પડાયું જાહેરનામું

  • જાહરેનમાં પ્રમાણે આંતર જિલ્લા આવન-જાવન માટે કોઈ જ પાસ/મંજુરીની આવશ્યકતા રહેશે નહી

  •  આંતર રાજય તથા રાજયની સરહદ પર થી આવન-જાવન માટે પાસ/મંજુરી અગાઉની સૂચનાઓ અનુસાર મેળવવાની રહેશે.

  •  આંતર જિલ્લા આવન-જાવન માટે આંતરજિલ્લા ચેકપોસ્ટ કાર્યરત રાખવાની રહેશે. ચેકપોસ્ટ પર આરોગ્ય ચકાસણી માટે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા Medical Team તૈનાત રાખવાની રહેશે.જે તે આવો.વ્યક્તિ(ઓ) અન્ય જિલ્લામાં પ્રવેશ કરવા માંગતા હોય તેની આરોગ્ય ચકાસણી કરવામાં

  •  જો કોઈ પણ વ્યક્તિ(ઓ) coVID-19 ના લક્ષણો ધરાવતી (Symptomatic) જણાશે તો તેને તાત્કાલિક ધોરણે Hospitalize કરવામાં આવશે તથા આગળ મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે નહી.

  •  Containment Zone 5Si IGRUS auril oc.00 SGIsen 14:00 SCIS સુધી જ ચાલુ રાખી શકાશે.જ્યારે containment Zone સિવાયના વિસ્તારોમાં તમામ દુકાનો 08 કલાકથી 04 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.ઉદ્યોગો તથા પેટ્રોલપંપ સવારે 08થી 06 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

  • તમામ પ્રકારના દવાખાના, લેબોરેટરી, દવાની દુકાન કોઈ પણ બાધ વગર ખુલ્લી રહેશે. પછી

  • રાત્રીના 07 કલાકથી સવારના 07કલાક સુધી કર્ફ્યૂ યથાવત રાખવામાં આવેલ છે. આ સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા Movement માટે કર્યું પાસ છે તે સંબંધિત કચેરીના વડા/Incident Commander દ્વારા ઇસ્યુ કરવાનો રહેશે.

  •  આર્થિક પ્રવૃત્તિ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા આ અગાઉ આપવામાં આવેલી તમામ છૂટછાટો યથાવત રહે છે.


Published by:Jay Mishra
First published:

Tags: Lockdown, Schedule, ST, ગુજરાત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन