Home /News /madhya-gujarat /

GSRTC: ગુજરાત એસ.ટી નિગમ પોતે સ્લીપર બસો બનાવશે

GSRTC: ગુજરાત એસ.ટી નિગમ પોતે સ્લીપર બસો બનાવશે

    અમદાવાદ: ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ પોતે જ ઇન હાઉસ સ્લીપર બસોનું નિર્માણ કરશે. એસ.ટી વિભાગે આ બાબતે બસો બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. આ અંતર્ગત નિગમ દ્વારા પ્રારંભિક તબક્કામાં ૩૧ સ્લીપર બસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તબક્કાવાર તૈયાર કરવામાં આવનાર આ એસ.ટી. બસો પૈકી સર્વપ્રથમ તૈયાર થયેલી સ્લીપર બસનું રાજ્યનાં મુખ્ય સચિવ ડો.જે.એન.સિંઘે, એસ.ટી.નિગમનાં ઉપાધ્યક્ષ અને વહીવટ સંચાલક સોનલ મિશ્રાની હાજરીમાં નિરીક્ષણ કર્યું હતું.

    નરોડા ખાતે આવેલા એસ.ટી. નિગમનાં મધ્યસ્થ કાર્યાલય ખાતે નિર્માણ કરવામાં આવેલા એસ.ટી. બસની બોડી બિલ્ડીંગનાં વર્કશોપની કામગીરીની જાણકારી મેળવી હતી અને કાર્યરત કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. સરકારી અધિકારીએ જણાવ્યું હતુ કે, નરોડા સ્થિત એસ.ટી.વર્કશોપ ૫૧ એકરમાં પથરાયેલો છે અને એશિયાનો સૌથી મોટો એસ.ટી.બોડી બિલ્ડીંગ વર્કશોપ છે.



    મુખ્ય સચિવે આ પ્રસંગે જણાવ્યું કે, "એસ.ટી.નિગમે પોતાની કાર્યક્ષમતાથી ઇન હાઉસ રીતે બસો બનાવવાનું કામ શરૂ કર્યું તે સારી પહેલ છે. તેમણે વધુમાં કહ્યું કે, એસ.ટી. વિભાગનાં કર્મચારીઓમાં ક્ષમતા પડેલી છે અને તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે. અહીં બીજા રાજ્યો માટેની બસો માટે પણ બોડી બિલ્ડીંગ માટેની ક્ષમતા છે".

    મુખ્ય સચિવે વધુમાં જણાવ્યું કે, છ માસનાં ટુંકા ગાળામાં એસ.ટી.નિગમે સ્લીપર બસનું નિર્માણ કર્યું છે તેનો આનંદ અને ગૌરવ છે. વર્કશોપમાં કાર્ય કરતાં, ઇનોવેટિવ આઇડિયા ધરાવતાં કર્મચારીઓને અન્ય રાજ્ય તથા વિદેશમાં પણ તાલીમ આપવામાં આવશે.



    એસ.ટી.નિગમના ઉપાધ્યક્ષ સોનલ મિશ્રાએ દાવો કર્યો હતો કે, આગામી સમયમાં આ વર્કશોપમાં દર વર્ષે ૨ હજાર બસોની બોડીનું ઇન હાઉસ નિર્માણ કરીશું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Corporation, GSRTC, Gujarat ST, Itself, Make, Sleeper buses

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन