STની હડતાળ સમેટાઇ, પડતર માગણી સ્વીકારવાની સરકારની ખાતરી, વહેલી સવારથી બસ સેવા શરૂ

News18 Gujarati
Updated: February 23, 2019, 7:32 AM IST
STની હડતાળ સમેટાઇ, પડતર માગણી સ્વીકારવાની સરકારની ખાતરી, વહેલી સવારથી બસ સેવા શરૂ
સુરતમાં હડતાળ પર ઉતરેલા ST કર્મચારીઓ

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર

રાજ્યમાં બે દિવસથી ચાલી રહેલી ST વિભાગની હડતાળ બીજા દિવસની સાંજે સમેટાઇ ગઇ છે.  રાજ્ય સરકાર અને સંકલન સમિતિ સાથે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકાર સાથેની બેઠકમાં પડતર માગણીઓ સ્વીકારવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે. તો વહેલી સવારથી રાબેજા મુજબ ST બસો દોડતી થશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

શુક્રવારે સાંજ ST સંગઠન તથા સરકાર વચ્ચે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી, જો કે બેઠકમાં કોઇ સમાધાન આવ્યું નહીં, જેના બાદ હજુ પણ હડતાળ ચાલુ રહેવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ મોડી રાતે સરકાર અને ST કર્મચારીઓની સંકલન સમિતિ વચ્ચે વાતચિત બાદ હડતાળ સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હડતાલ કરી રહેલા ST કર્મચારીઓની સંકલન સમિતિને ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર પ્રધાન આર.સી ફળદુએ બેઠક માટે બોલાવ્યા હતા. ત્યારબાદ સંકલન સમિતિ અને આર સી ફળદુ વચ્ચે એક કલાસ સુધી બેઠક ચાલી હતી, આ બેઠકમાં ST કર્મચારીઓ તરફથી એક જ માગણી કરવામાં આવી જે હતી સાતમાં પગાર પંચ લાગુ કરવાની, જો કે આ મામલે સરકાર તરફથી કહેવામાં આવ્યું કે કમિટીની રચના કરવામાં આવી છે જે તમારી માગણી પર વિચાર કરશે.

અહીં ક્લિક કરી વાંચોઃ 25 માર્ચ સુધી એક લાખ રુપિયા જીતવાની તક, મોદી સરકાર લાવી આ સ્કીમતો બીજી બાજુ વાહન વ્યવહાર પ્રધાન આર સી ફળદુએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ STના કર્મચારીઓને હડતાળ સમેટી લેવા અનુરોધ કર્યો હતો, ફળદુએ કહ્યું કે હું કર્મચારીઓને બે હાથ જોડી વિનંતી કરું છું કે તેઓ હડતાળ સમેટી લે. તેઓએ કહ્યું કે કર્મચારીઓએ થોડી ધીરજ રાખવાની જરૂર છે.

રાજ્યનાં એસ.ટી.નિગમના 45 હજાર કર્મચારીઓનું અચોક્કસ મુદતની હડતાળ પર ગયા હતા. હડતાળને કારણે બે દિવસથી રાજ્યભરમાં જાહેર પરિવહનની સેવા ઠપ થઇ જતા એસ.ટી.બસોમાં દૈનિક મુસાફરી કરતા 25 લાખ કરતા વધુ મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

નોંધનીય છે કે સરકારના અક્કડ વલણ સામે એસ.ટી. કર્મચારીઓની મક્કમતા વચ્ચે નિર્દોષ મુસાફરોએ પીસાવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થી, નોકરીયાત, વેપારી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. હાલ લગ્નની મોસમ પણ ચાલી રહી છે તેમાં પણ લોકોની અવર જવરમાં તકલીફ પડે છે. તો જોવાનું એ જ રહ્યું કે આ પરિસ્થિતિમાં કોની જીત થશે સરકારની, કર્મચારીઓની કે પછી ત્રીજો જ રસ્તો આવશે?
First published: February 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading