ગુજરાત : બોર્ડની પરીક્ષામાં કાપલીબાજોની ખેર નથી, ગેરરીતિ કરી તો પરિણામ થશે રદ

ગુજરાત : બોર્ડની પરીક્ષામાં કાપલીબાજોની ખેર નથી, ગેરરીતિ કરી તો પરિણામ થશે રદ
પ્રતિકાત્મક તસવીર

આગામી 5મી માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાઓ પહેલાં બોર્ડે 33 પ્રકારની ગેરરિતી અને ગુનાઓનું લિસ્ટ જાહેર કર્યુ

 • Share this:
અમદાવાદ : આગામી 5 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષાઓમાં તમામ પ્રકારની ચેકિંગ વ્યવસ્થા અને સીસીટીવીની બાજ નજર હોવા છતાં ચોરીના અને કોપી કેસના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આ વખતે પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બો્ડની વેબસાઈટ પર પરિક્ષામાં 33 પ્રકારના ગેરરીતીના ગુના અને તેની સામે લેવાતા પગલાની વિગતો જાહેર કરી છે.

આમ તો પર વિદ્યાર્થીની કારકિર્દી ઘડવા માટે તેની પરીક્ષાઓ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ આખુ વર્ષ મહેનત કર્યા વગર છેલ્લી ઘડીએ કાપલી કરીને, કોપી કરીને કે પરીક્ષામાં ચોરી કરીને શોર્ટકર્ટ અપનાવતા વિદ્યાર્થીઓ થઈ જજો સાવધાન.કારણ કે જો પરિક્ષામાં કાપલી કરી તો પરીક્ષાનું પરિણામ રદ થશે તે નક્કી છે.આ પણ વાંચો : સુરત : ફાર્મ હાઉસની મોટી દારૂ પાર્ટીમાં પોલીસના દરોડા, 13 યુવતીઓ સહિત 52 નબીરા ઝડપાયા

ગુજરાત માધ્યમિક શિક્ષણ  બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં થતી ગેરરીતીઓ અને ચોરીઓના આધારે 33 પ્રકારના ગુના અને તેની સામે બોર્ડ દ્વારા 33 પ્રકારે લેવાતા પગલા લેવાઈ શકે છે તેની વિગતો મુકવામાં આવી છે.

પરીક્ષાઓમાં સામે આવતી મુખ્ય ગેરરીતીઓ અને ગુનાઓની વિગતો


  • સંચાલક, નિરિક્ષક કે બોર્ડ તરફથી સુચનાનો પરીક્ષાર્થી અમલ ના કરે તો તાકીદ આપ્યા બાદ તે વિષયની પરિક્ષામાં સુચના આપવા સુધી ઉત્તરવહીમાં જે લખ્યું હોય તે ઉત્તરવહીમાં બે લાઈન દોરી સુચનાનો અમલ કર્યો નથી તેવી સહી કરી પરિક્ષાર્થીને ઉત્તરવહી લખવા આપવી અથવા તે વિષયનું પરિણામ રદ કરવું.
  • સુચના આપવા છતા પરિક્ષા ખંડમાં પરીક્ષાર્થી બીજા પરિક્ષાર્થીને મૌખિક વિગતો આપે તો ગેરરિતીનો કેસ કરવો અને તે વિષયનું પરિણામ રદ કરવું

  • મદદ કરવાની વિનંતી સાથે ઉત્તરવહીમાં ચલણી નોટ કે ચલણી નોટો જોડી હોય તો સમગ્ર પરિક્ષાનું પરિણામ રદ કરી અન્ય પરિક્ષાઓમાં બેસવા દેવો નહિ.

  • તેવી જ રીતે ઉત્તરવહીમાં પરીક્ષાર્થી પાસ કરવા પરિક્ષકને વિનંતી સાથે લાલચ આપતું લખાણ લખી સરનામુ આપે તો તે વિષયની પરિક્ષાનુ પરિણામ રદ કરવું.

  • પરીક્ષાર્થીને પાસ કરવા તેના વાલી કે સબંધી જવાબવહીમાં ગુણ વધારી આપવા પરીક્ષકનો સંપર્ક સાધે તેને લાંચ આપે અથવા પ્રયાસ કરે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું.

  • પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી પાસે સંબંધીત વિષયને લગતી કાપલી, માર્ગદર્શીકા, ટેક્સબુક, નકશો હોય તો પરિક્ષાર્થીને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી લખવા દેવું, સાહિત્યમાંથી લખેલ હોય તો પરિક્ષાના તમામ વિષયોનું પરિણામ રદ કરવું.
આ પણ વાંચો : સુરત : ધો.10માં ભણતી વિદ્યાર્થિનીનું અપહરણ કરી ખેતરમાં લઇ જઇ ગેંગરેપ કર્યો

અન્ય કિસ્સામાં પણ પરિણામ રદ થશે

આ ઉપરાંત પરીક્ષા ખંડમાંથી પ્રશ્નપત્ર બહાર ફેંકી દેવું, પુરવણી ફાડી નાંખવી, પરીક્ષાર્થી ખંડની બહાર જઈ અનધિકૃત વ્યક્તિને મળે, ઉત્તરવહી કે પુરવણી ખંડની બહાર લઈ જાય, પરિક્ષા સ્થળે ગેરવર્તન, મારામારી, હિંસા કે ઘાતક હથિયાર લાવવા, વર્ગમાં સામુહિક ચોરી કરવી, સીસીટીવી ફુટેજમાં અન્ય પરીક્ષાર્થીને મૌખિક સંકેત આપવા, બિન અધિકૃત સાહિત્ય લાવતા પકડાય, પરીક્ષા કેન્દ્રમાં ઈલેક્ટ્રોનિક ગેઝેટનો ઉપયોગ કરવો આ તમામ કિસ્સાઓમાં પરિણામ રદ કરવામાં આવશે તેવી સુચનાઓ આપવામાં આવી છે.

CBSC ધોરણ 10નું કોમ્પ્યુટરનું પ્રશ્નપત્ર અહીં વાંચો.For more Sample Papers from CBSE Board, please Click here:


Published by:Jay Mishra
First published:March 01, 2020, 08:38 am

ટૉપ ન્યૂઝ