Home /News /madhya-gujarat /

પાઠ્યપુસ્તકોનાં ભાવમાં ધરખમ વધારો, વાલીઓનાં હાલ થયા બેહાલ

પાઠ્યપુસ્તકોનાં ભાવમાં ધરખમ વધારો, વાલીઓનાં હાલ થયા બેહાલ

પ્રતિકાત્મક તસવીર

ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળનાં ધો.1થી 12ના નવા પુસ્તકોના ભાવોમાં સરેરાશ 100 ટકા જેટલો વધારો થયો છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળનાં ધો.1થી 12ના નવા પુસ્તકોના ભાવોમાં સરેરાશ 100 ટકા જેટલો વધારો થયો છે. ધો.10 અને 12 સાયન્સના પુસ્તકોની કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ અંગે તંત્ર જવાબ આપતા કહે છે કે, 'આ વર્ષે NCERTના અભ્યાસક્રમનો અમલ કરવામાં આવ્યો હોવાથી પુસ્તકોના ભાષાંતરના ખર્ચને લઇને કિંમતમાં વધારો થયો છે.' એકબાજુ શાળાની ફી અને બીજી બાજુ પુસ્તકોની કિંમતમાં ધરખમ વધારો વાલીઓની કમર તોડી નાંખશે.

    રાજયના શિક્ષણ વિભાગ દ્રારા નવા શૈક્ષણિક સત્રથી NCERTના પુસ્તકો અમલમાં મૂકવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે રાજય પાઠય પુસ્તક મંડળ દ્રારા ડિસેમ્બર મહિનાથી જ નવા પુસ્તકો તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અંગ્રેજી માધ્યમના પુસ્તકો તૈયાર લેવાયા જ્યારે ગુજરાતી માધ્યમના પુસ્તકો માટે ભાષાંતર કરાયું છે.

    આ પણ વાંચો : ગુજરાતની શાળાઓમાં ઉનાળું વેકેશન એક સપ્તાહ લંબાવવાં શિક્ષણ મંત્રીને રજૂઆત

    પુસ્તકોની કિંમતમાં ડબલ જેટલો વધારો થયો

    મળતી માહિતી પ્રમાણે ધો.10નાં ગુજરાતી માધ્યમના ગણિતના પુસ્તક રૂ. 89ના બદલે રૂ. 126 અને વિજ્ઞાનનું પુસ્તક રૂ. 91ના સ્થાને રૂ. 149ના ભાવે મળી રહ્યું છે. જયારે અંગ્રેજી માધ્યમમાં જૂનો ભાવ રૂ. 180 હતો તે વધીને રૂ.305 થયો છે. જ્યારે ધો.9માં હાલમાં અભ્યાસમાં ચાલતા પુસ્તકોની કિંમત રૂ. 241ના રૂ. 572 થયા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: GSEB, NCRT, ગાંધીનગર`, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन