ધોરણ-10 પરિણામ : સફળતાના શિખરો સર કરતી અમદાવાદની ટ્વીન્સ રિયા અને રિચા

ધોરણ-10 પરિણામ : સફળતાના શિખરો સર કરતી અમદાવાદની ટ્વીન્સ રિયા અને રિચા
માતા સાથે રિયા અને રિચા.

અમદાવાદની ટ્વીન્સ રિયાએ 99.38 પર્સેન્ટાઇલ અને રિચાએ 98.38 પર્સેન્ટાઇલ મેળવ્યા, રિયાને બોર્ડમાં 87.83 ટકા અને રિચાને 84 ટકા આવ્યા.

  • Share this:
અમદાવાદ : ધોરણ 10નું પરિણામ (GSEB 10th Result) જાહેર થયું છે તેવામાં શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી ટ્વીન્સ (Twin Sisters)બહેનોએ ધોરણ 10માં બાજી મારી છે. આ બંને બહેનોએ પોતાને મળેલી સફળતા પાછળનો શ્રેય તેમની માતાને આપ્યો છે. રાજ્યમાં ધોરણ 10નું 60.64 ટકા પરિણામ જાહેર થયું છે ત્યારે બે બહેનની વાત કરવી છે જે ટ્વીટન છે. આ ટ્વીન્સે ધોરણ 10માં સફળતાના શિખર સર કર્યા છે. નિકોલ (Nikol)ની દેવસ્ય સ્કૂલમાં અભ્યાસ કરતી રિયા (Riya) અને રિચા (Richa) દેવળીયાએ ટોપ કર્યુ છે.

રિયાએ 99.38 પર્સેન્ટાઇલ અને રિચાએ 98.38 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. રિયાને બોર્ડમાં 87.83 ટકા અને રિચાને 84 ટકા આવ્યા છે. આ બંને વિદ્યાર્થિનીઓની સફળતાનો શ્રેય તેમની માતા સ્મિતા દેવળીયાને જાય છે. સોફ્ટવેર એન્જીનિયર માતાએ દીકરીઓને જાતે ભણાવવાનો નિર્ણય કર્યો અને ઘરે જ ટ્યુશન કલાસ શરૂ કર્યા હતા. રિયા અને રિચા પાછળ માતાએ ખૂબ મહેનત કરી છે. રિયા અને રિચાને જે વિષય ન આવડે તે વિષય પાછળ તેમની માતા પહેલા પોતે મહેનત કરતા અને ત્યારબાદ તે વિષયની સમજણ દીકરીઓને આપતા હતા.આ પણ વાંચો : ધોરણ-10 પરિણામ : 291 સ્કૂલનું 100% પરિણામ, 174 સ્કૂલનું પરિણામ 0%સ્મિતાબેન જણાવે છે કે, બંને દીકરીઓની મહેનત ખૂબ હતી. રોજ માતા પાસે ટ્યુશન લીધા ઉપરાંત બંને દીકરીઓ 4 થી 5 કલાક અભ્યાસ કરતી હતી. રિયાનું પોતાનું આઇએએસ અધિકારી બનવાનુ સ્વપ્ન છે. બીજી તરફ રિચા હજુ કારકિર્દીને લઈ મંઝવણમાં છે. જોકે, બંને બહેનો એ વાત પણ સ્વીકારી રહી છે કે ધોરણ 10ની આ વખતે બદલાયેલી પેટર્ન તેમજ ગણિતનું પેપર અઘરું પૂછતાં તેમના પરિણામ પર અસર પડી છે.

આ પણ વાંચો : રાજ્યમાં 24 કલાકમાં 40 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ ; ભાણવડમાં કાર પાણીમાં તણાઈબીજ તરફ ધોરણ-10માં પ્રવેશી રહેલા અન્ય વિદ્યાર્થીઓને બંને બહેનો અભ્યાસ પર ખૂબ જ ધ્યાન આપવાની સલાહ આપી છે. શાળામાં કરાવવામાં આવેલા અભ્યાસનું ઘરે આવીને રિવિઝન અને અઘરા લાગતા વિષયો પર થોડું વધારે ધ્યાન આપવામાં આવે તો બોર્ડની પરીક્ષામાં ધાર્યું પરિણામ આવે જે છે, એવું આ બંને બહેનોએ સાબિત કરી બતાવ્યું છે.મહત્ત્વનું છે કે રાજ્યભરમાં 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 10માં પરીક્ષા આપી હતી. મોટાભાગે વિદ્યાર્થીઓ ટ્યુશન પણ રાખતા હોય છે. તેવામાં આ બંને વિદ્યાર્થીનીએ માત્ર માતા પાસે અભ્યાસ કરીને ટોપર્સ બની છે. એટલે જ માતાની મદદથી આ બંને બહેનોની મહેનત રંગ લાવી છે.
Published by:Vinod Zankhaliya
First published:June 09, 2020, 12:04 pm