ઘરેથી જ ઓનલાઇન અભ્યાસ કરી રહેલા ધોરણ 9-12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવાશે, ફટાફટ જાણો તારીખો

ઘરેથી જ ઓનલાઇન અભ્યાસ કરી રહેલા ધોરણ 9-12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવાશે, ફટાફટ જાણો તારીખો
પ્રતિકાત્મક તસવીર

શાળાઓ ભલે ન ખુલી હોય પરંતુ ઓનલાઇન એજ્યુકેશનના કારણે પરીક્ષાની મોસમ આવી રહી છે, જાણો શિક્ષણ વિભાગે કઈ તારીખો નક્કી કરી

  • Share this:
રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટ ઇન-એઇડ અને સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એકસમાન રીતે ધોરણ-9 થી 12 માં એકમ કસોટી તેમજ સત્રાંત અને વાર્ષિક પરીક્ષા લેવા બાબતે શિક્ષણ વિભાગના ઠરાવથી નિર્ણય કરવામાં આવેલ છે.રાજ્યની તમામ શાળાઓમાં હાલની કોવિડ-19ની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ દ્વારા હોમ લર્નિંગ વધુ સારી રીતે થાય તે અંગે જરૂરી કાર્યવાહી કરવા પણ શિક્ષણ વિભગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

વર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિમાં ધોરણ-9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે Home Learning કાર્યક્રમ દ્વારા અલગ-અલગ માધ્યમ દ્વારા શાળા શૈક્ષણિક કામગીરી કરી રહી છે. શૈક્ષણિક વર્ષ 2020 21માં તા:-29/07/2020 થી તા:-30/07/2020 દરમ્યાન ધોરણ-09 થી 12ની પ્રથમ એકમ કસોટી યોજવાનું આયોજન છે.જેમાં નીચે મુજબના વિષયના પ્રશ્નપત્રો soft copy બોર્ડ દ્વારા તૈયાર કરી જિલ્લા શિક્ષણાધિકારીના આધિકારીક મેઇલ એડ્રેસ પર પરીક્ષાના બે થી ત્રણ દિવસ પહેલાં મોકલી આપવામાં આવશે. જેના સંચાલનના નિયમો અને અભ્યાસક્રમ નકીકરવામાં આવેલ છે. 1. ધોરણ- 09 થી 12 ની એકમ કસોટી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ સરકારી / ગ્રાન્ટ-ઇન-એઇડ અને સ્વનિર્ભર શાળાએ ફરજિયાત લેવાની છે

ધોરણ-09 થી 12 ની એકમ કસોટી તા:-29/07/2020 થી તા:-30/07/2020 દરમ્યાન વિદ્યાર્થીએ પોતાના ઘરે રહીને અનુકૂળતા મુજબ આપવાની રહેશે. એકમ કસોટીમાં બે વિષયનો સમાવેશ કરેલ છે. દરેક વિષયનું પ્રશ્નપત્ર 25 ગુણનું રહેશે અને તેનો સમયગાળો મહત્તમ એક કલાકનો રહેશે.

આ પણ વાંચો :  અમદાવાદ : હોમ ક્વૉરન્ટાઇન કરેલા Corona પોઝિટિવ વૃદ્ધે આરોગ્યની ટીમને દોડાવી, 14 દિવસ બાદ હૉસ્પિટલમાંથી મળી આવ્યા

એકમ કસોટી ના વિષયો અને અભ્યાસક્રમની વિગતો પાછળના પૃષ્ઠ પર કોષ્ટકમાં દર્શાવેલ છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકના આધારે જ એકમ કસોટીનું આયોજન કરવામાં આવશે.

જિલ્લા શિક્ષણાધિકારી ની એકમ કસોટીના પ્રશ્નપત્ર સોફ્ટ કોપીમાં બે થી ત્રણ દિવસ પહેલાં આધિકારીક મેઇલ એડ્રેસ પર પહોંચાડવામાં આવશે. જે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા sVs / QDC ના માધ્યમે જે તે શાળાના આચાર્યશ્રી Soft copy માં ગોપનીય રીતે પહોંચાડવાના રહેશે. એકમ કસોટી ના દિવસે શાળા દ્વારા વિદ્યાર્થીઓ ઘરે સોફટ/હાર્ડ કોપીમાં પ્રશ્નપત્ર પહોંચાડવાનું રહેશે.

વિદ્યાર્થીઓએ એકમ કસોટી માટે એક અલગથી નોટબુક બનાવવાની રહેશે. જેમાં આ એકમ કસોટીના જવાબો લખવાના રહેશે. સદર કસોટી વાલી અને વિદ્યાર્થી અનુકૂળતાએ વિદ્યાર્થી વાલીની દેખરેખ હેઠળ ઘરેથી લખે તે અપેક્ષિત છે. કસોટી નો આશય વિદ્યાર્થીઓની પ્રગતિ જાણવાનો હોઈ વિદ્યાર્થીઓ કસોટી ભયમુક્ત અને તણાવયુક્ત સ્થિતિમાં આવે તે ઇચ્છનીય છે.

વિદ્યાર્થી દ્વારા લખાયેલ એકમ કસોટી નોટબુક તા.31/07/2020 સુધીમાં વાલી મારફત શાળા સુધી પહોંચાડવામાં આવે તે ઇચ્છનીય છે. આ નોટબુક મૂલ્યાંકનની કામગીરી વિષય શિક્ષક દ્વારા કરાવવાની રહેશે.  એકમ કસોટીમાં મેળવેલ ગુણ SSA અને વેબ પોર્ટલ પર શાળા દ્વારા અપલોડ કરવાના રહેશે.
Published by:Jay Mishra
First published:July 19, 2020, 09:40 am

ટૉપ ન્યૂઝ