બોર્ડ પરીક્ષાની કામગીરીમાં રહેતા કર્મીઓના મહેનતાણામાં વધારો

News18 Gujarati
Updated: February 11, 2019, 3:55 PM IST
બોર્ડ પરીક્ષાની કામગીરીમાં રહેતા કર્મીઓના મહેનતાણામાં વધારો
વર્ષે બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 11.5 લાખ વિદ્યાર્થી, સાયન્સના 1.57 લાખ વિદ્યાર્થી, સામાન્ય પ્રવાહના 5.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

વર્ષે બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 11.5 લાખ વિદ્યાર્થી, સાયન્સના 1.57 લાખ વિદ્યાર્થી, સામાન્ય પ્રવાહના 5.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

  • Share this:
બોર્ડની પરીક્ષાની કામગીરીમાં રહેતા કર્મચારીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાની કામગીરીમાં રહેતા કર્મચારીઓનું મહેનતાણુ વધારવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ગાંધીનગરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. જેમાં બોર્ડની પરીક્ષા સાથે જોડાયેલા કર્મચારીઓ અધિકારીઓના ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય CBSEની જેમ ધોરણ 10માં ગણિતના અલગ અલગ લેવલે પરીક્ષા અને કોર્ષ બાબતે ચાર સભ્યોએ બોર્ડની સભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેનો કારોબારી સમિતિએ સ્વિકાર કર્યો છે. આ પ્રસ્તાવનો હવે અભ્યાસ કરી કમિટિ બનાવાશે. ત્યારબાદ આ બાબતે નિર્ણય લઈ સરકારને મોકલવામાં આવશે અત્યારે સૈધ્ધાંતિક સ્વિકાર કરાયો છે.

તમને જણાવી દઈએ કે, બોર્ડની પરીક્ષાની કામગીરીમાં રહેતા કર્મચારી અધિકારીઓના મહેનતાણામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં 800+400 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વર્ષે બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 11.5 લાખ વિદ્યાર્થી, સાયન્સના 1.57 લાખ વિદ્યાર્થી, સામાન્ય પ્રવાહના 5.5 લાખ વિદ્યાર્થીઓ અને ગુજકેટના 1.60 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

14 ફેબ્રુઆરીના રોજ બોર્ડ દ્વારા તમામ પરીક્ષા સાથે જોડાયેલા કર્મચારીઓને પરીક્ષા બાબતે માર્ગદર્શન અપાશે. માધ્યમિકની પરીક્ષા હોલ બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જૂજ સેન્ટરોમાં ટેબ્લેટ પણ ગોઠવાશે. 7 માર્ચની પરીક્ષા બાબતે મુખ્યમંત્રી અને ડીજીપી ટ્રાન્સપોર્ટ સાથે પણ બેઠક કરી દેવામાં આવી છે. સીએમ દ્વારા પરીક્ષા બાબતે વિડિઓ કોંફરન્સ પણ કરાશે.
First published: February 11, 2019, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading