ધો-12 સાયન્સ પછી નામાંકિત કોલેજોમાં એડમિશન મેળવવા આ Websites જુઓ

ધો-12 સાયન્સ પછી નામાંકિત કોલેજોમાં એડમિશન મેળવવા આ Websites જુઓ
પ્રતીકાત્મક તસવીર

ગુજરાત અને ઓલ ઈન્ડિયા એડમિશન પ્રોસેસ માટે જરૂરી વેબસાઇટ્સની માહિતી માત્ર એક ક્લિકમાં

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ તથા ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થયા બાદ કોલેજ એડમિશન માટેનો ધમધમાટ શરૂ થઈ જશે. ગમતી સ્ટ્રીમમાં એડમિશન લેવા માટે સ્ટુડન્ટ અને તેમના માતા-પિતાને ગાઇડલાઇન્સની જરૂર રહે છે. કેટલાક એવું પણ ઈચ્છતા હોય છે કે તેઓ ગુજરાત બહાર સારી કોલેજ કે સંસ્થામાં એડમિશન મેળવે.

  ગુજરાતમાં એડમિશન પ્રક્રિયા સરળ બનાવવા માટે ઓનલાઇન પદ્ધતિ અપનાવવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ જુદી-જુદી સ્ટ્રીમ માટે ઓનલાઇન એડમિશન પ્રક્રિયા હાથ ધરી શકાય છે. આ વેબસાઇટ્સ પર એડમિશન, ફી, કટ ઓફ વિશેની તમામ માહિતી ઉપલબ્ધ હોય છે. ઓનલાઇન રજિસ્ટ્રેશનથી માંડી વેઇટિંગ લિસ્ટ અને એડમિશન કન્ફર્મેશન સુધીની પ્રક્રિયાઓ જે-તે એડમિશન આપતી સંસ્થાનો ઓનલાઇન પૂરી પાડી રહી છે.  જુઓ, ધોરણ-12 સાયન્સનું પરિણામ

  News18 ગુજરાતી આપની સમક્ષ રજૂ કરી રહી છે ગુજરાત અને દેશની એ સંસ્થાઓની વેબસાઇટ્સ વિશે જેની મદદથી તમે ઘરે બેઠાં એડમિશન અંગેની ગાઇડલાઇન અને જરૂરી પ્રક્રિયા હાથ ધરી શકો છો.

  ગુજરાત એડમિશન
  વિગત વેબસાઇટ
  ACPC સરક્યુલર/સમાચાર/એનાઉન્સમેન્ટ (ACPC) www.jacpcldce.ac.in
  ACPC રજિસ્ટ્રેશન/ચોઇસ ફિલિંગ/એલોટમેન્ટ www.gujacpc.in
  ફી રેગ્યુલેટરી કમિટી, ટેકનીકલ www.frctech.ac.in
  ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) www.gtu.ac.in
  એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીઝ ઓફ ગુજરાત કોમન એડમિશન http://www.gsauca.in/
  ગુજરાત યુનિવર્સિટી ઓનલાઇન એડમિશન https://eform.gujaratuniversity.ac.in/

  ઓલ ઈન્ડિયા એડમિશન
  વિગત વેબસાઇટ
  જોઇન્ટ સીટ એલોટમેન્ટ ઓથોરિટી (JoSAA) www.josaa.nic.in
  સેન્ટ્રલ સીટ એલોકેશન બોર્ડ (CSAB) www.csab.nic.in
  જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (Main) www.jeemain.nic.in
  જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (Advanced) www.jeeadv.ac.in
  નેશનલ એપ્ટીટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર (NATA) www.nata.in
  IISER એડમિશન www.iiseradmission.in

   કાઉન્સિલ્સ
  વિગત વિગત
  ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશન (AICTE) www.aicte-india.org
  યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન ઓફ ઈન્ડિયા (UGC) www.ugc.ac.in
  નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) www.nta.ac.in
  ધ કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર (CoA) www.coa.gov.in
  ધ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) www.icar.org.in
  ધ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) www.pci.nic.in
  IIT કાઉન્સિલ www.iitsystem.ac.in
  IIT કાઉન્સિલ www.nitcouncil.org.in

  આ પણ વાંચો, ધો-12 સાયન્સ પછી શું? મેડિકલમાં એડમિશન મેળવવા માંગો છો, જાણો છેલ્લા બે વર્ષનું કટ ઓફ
  Published by:Mrunal Bhojak
  First published:May 09, 2019, 08:55 am