અમદાવાદ : હીરા ઘસી ગુજરાન ચલાવતા પિતાનું દીકરાને CA બનાવવાનું સ્વપ્ન, પુત્રને ધોરણ 12માં 99.95 પીઆર


Updated: June 15, 2020, 2:26 PM IST
અમદાવાદ : હીરા ઘસી ગુજરાન ચલાવતા પિતાનું દીકરાને CA બનાવવાનું સ્વપ્ન, પુત્રને ધોરણ 12માં 99.95 પીઆર
માતાપિતા સાથે પ્રિયાંક

હું પોતે ભલે 7 ધોરણ સુધી જ ભણ્યો છું. મારે બંને પુત્રોની કારકિર્દી હીરાની જેમ ચમકાવી ઉજ્જવળ બનાવવી છે : વિદ્યાર્થીના પિતા

  • Share this:
અમદાવાદ : "હું પોતે ભલે 7 ધોરણ સુધી જ ભણ્યો છું. મારે બંને પુત્રોની કારકિર્દી હીરાની જેમ ચમકાવી ઉજ્જવળ બનાવવી છે." આ શબ્દો છે નિકોલ વિસ્તારમાં હીરાના કારખાનામાં હીરા ઘસી (Diamond Worker)પરિવારનું ગુજરાન ચલાવતા એક પિતાના. ધોરણ 12 કોમર્સના પરિણામમાં પુત્રને 99.95 પર્સેન્ટાઇલ આવતા ગજ્જર પરિવાર (Gajjar Family)માં ખુશી છવાઈ છે. હવે પુત્રની સફળતાથી ગૌરવ અનુભવતા પિતાએ પુત્રને ચાર્ટડ એકાઉન્ટન્ટ (Chartered Accountant) બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

નિકોલના ગજ્જર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. કારણ કે પરિવારનો નાનો દીકરો પ્રિયાંક ગજ્જર ધોરણ 12 માં અવ્વલ આવ્યો છે. પ્રિયાંકે ધોરણ 12 કોમર્સમાં 91.71 ટકા અને 99.95 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. આ પરિણામમાં પ્રિયાંકે અર્થશાસ્ત્ર વિષયમાં 100માંથી 100 ગુણ, જ્યારે બીએ સબજેક્ટમાં 100માંથી 99 ગુણ મેળવ્યા છે. ધોરણ 10માં પણ પ્રિયંકની આવી જ મહેનત રહી હતી. ધોરણ-10માં તે 91 ટકા સાથે સફળ રહ્યો હતો.

આ પણ વાંચો : રાજકોટ ધોરણ-12 પરિણામ : પિતા રિક્ષાચાલક, માતા પાપડ વણે છે, દીકરો લાવ્યો 99.98 પીઆર

આ અંગે પ્રિયાંક જણાવે છે કે પરીક્ષામાં સફળ થવા માટે વાંચન ખૂબ જ જરૂરી છે. પરીક્ષા પહેલા દરરોજ 4 થી 5 કલાક વાંચન કરતો હતો અને પરીક્ષા સમયે તે મહેનત ડબલ કરી 10 થી 12 કલાક વાંચન કરતો હતો. પ્રિયાંકને હવે CA બનવાની ઈચ્છા છે. પ્રિયાંકના પિતા ચંદ્રેશભાઈ ગજ્જર 30 વર્ષથી હીરાના કારખાનામાં હીરા ઘસે છે. તેઓ માત્ર 7 ધોરણ સુધી જ ભણ્યા છે.આ પણ વાંચો : રત્નકલાકારની દીકરીએ સ્કૂલનું નામ રોશન કર્યું, સ્કૂલે CA સુધીના અભ્યાસની જવાબદારી લીધી 

હીરા ઉદ્યોગમાં મંદીને કારણે તેઓએ જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. ચંદ્રેશભાઈના પત્ની સીવણ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં આર્થિક યોગદાન આપે છે. પતિ-પત્નીની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં પરિવારના બંને દીકરાઓને ભણાવવામાં કોઈ કચાશ રાખી નથી. ચંદ્રેશભાઈનો મોટો પુત્ર પણ ભણવામાં હોંશિયાર હતો તે આજે મિકેનિકલ એન્જીનીયર બની ગયો છે. હવે ચંદ્રેશભાઈને નાના પુત્રને ચાર્ટડ એકાઉન્ટન્ટ બનાવવાની ઈચ્છા છે.

કહેવાય છે કે હીરે કી ચમક કોઈ જોહરી હી જાન શકતા હે.. પરંતુ પોતાના પુત્રોની અભ્યાસ પ્રત્યેની ધગશ પારખી ગયેલા પિતાએ પોતાના બંને પુત્રોની કારકિર્દીને હીરાની જેમ ચમકાવવાનું કામ કર્યું છે. દીકરાની ધોરણ 12ની સફળતાથી પરિવાર ગૌરવ અનુભવી રહ્યો છે.

આ પણ વાંચો : ભાવનગર : મીની બસ ધૂમ ઝડપે કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ઘૂસી, 20 વાહનોને નુકસાન
First published: June 15, 2020, 2:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading