ધોરણ-10નું પરિણામ : સાયન્સ અને ટેક્નો.ના પેપરે ધોઈ નાખ્યા, માત્ર 68.22% પાસ

News18 Gujarati
Updated: May 21, 2019, 9:48 AM IST
ધોરણ-10નું પરિણામ : સાયન્સ અને ટેક્નો.ના પેપરે ધોઈ નાખ્યા, માત્ર 68.22% પાસ
પ્રતીકાત્મક તસવીર

અંગ્રેજી (ગૌણ ભાષા) અને ગણિતમાં પણ સ્ટડન્ટ્સ પાસ થવાની સંખ્યા ઓછી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મંગળવારે ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10માં કુલ 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિષય મુજબ વાત કરીએ તો હિન્દી વિષય (પ્રથમ ભાષા)માં સૌથી ઊંચું પરિણામ રહ્યું છે. તેનાથી વિપરિત સૌથી ઓછું પરિણામ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં રહ્યું છે.

>> 18604 સ્ટુડન્ટે હિન્દી વિષય (પ્રથમ ભાષા)માં પરીક્ષા આપી હતી જેમાંથી 17348 પાસ થયા છે, આમ તે વિષયમાં 93.25 ટકા પરિણામ રહ્યું છે.
>> સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં 822820 સ્ટુડન્ટે પરીક્ષા આપી હતી જેમાંથી 561299 પાસ થયા છે. ટકાવારીની દૃષ્ટિએ તે 68.22 ટકા રહ્યું છે.

ધોરણ-10નું પરિણામ અહીં ચેક કરો...>> સ્ટુડન્ટ્સને બીજું સૌથી અઘરું પેપેર અંગ્રેજી (ગૌણ ભાષા)નું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. કુલ સ્ટુડન્ટ્સમાંથી 69.60 ટકા સ્ટુડન્ટ્સ જ પાસ થયા છે.>> ગણિત એવો ત્રીજો વિષય છે જેમાં નાપાસ થનારા સ્ટુડન્ટ્સની સંખ્યા વધારે છે. ગણિતમાં 69.65 ટકા સ્ટુડન્ટ્સ જ પાસ થયા છે.
>> અંગ્રેજી (પ્રથમ ભાષા) વિષયમાં પણ ઊંચું પરિણામ જોવા મળી રહ્યું છે. 92.95 ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા છે.

આ પણ વાંચો, ધોરણ-10નું 66.97% પરિણામ જાહેર : સુરત જિલ્લાનું સૌથી વધારે 79.63%
First published: May 21, 2019, 8:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading