એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

News18 Gujarati
Updated: May 9, 2019, 9:39 AM IST
એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

  • Share this:
સંજય ટાંક, અમદાવાદઃ  ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહનું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થઇ રહ્યું છે, ત્યારે રાજ્યમાં આવેલી 137 ઇજનેરી સંસ્થાઓની 60937 બેઠકો માટેની પ્રવેશ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે, આ માટે એડમિશન કમિટી ફોન પ્રોફેશનલ કોર્સીસ (ACPC) દ્વારા વિગતવાર તારીખો જાહેર કરવામાં આવી છે.

ACPCના જણાવ્યા પ્રમાણે તારીખ 20/05/2019થી પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે ડિગ્રી અને ડિપ્લોમાં ફાર્મસીની 80 સંસ્થાઓની 5795 બેઠકો માટેની કાર્યવાહી તારીખ 21.05.2019થી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ ICICI BANKની નિર્ધારિક 136 જેટલી શાખાઓ પૈકી કોઇપણ શાખા ખાતેથી રૂપિયા 350 રોકડા ભરી પીન અને તેની સાથે માહિતી પુસ્તિકા મેળવી શકશે.

અહીં જાણો તમારું પરિણામ :

અહીં ક્લિક કરી વાંચોઃ ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાણો News18Gujarati.Comના માધ્યમથી

પ્રવેશ પ્રક્રિયામાં તમામ વિદ્યાર્થીઓ તે જ દિવસથી સમિતિની વેબસાઇટ www.gujacpc.nic.in પરથી રજિસ્ટ્રેશન કરી શકશે. ઓપન કેટેગરીના અને અન્ય કોઇ લાભ લેવા ન માગતા હોય તેવા વિદ્યાર્થીઓએ કોઇપણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વિરિફેકેશન માટે જવાનું રહેતું નથી. વિદ્યાર્થીઓને તેમના અન્ય કેટેગરીના પ્રમાણપત્રો વહેલી તકે મેળવી લેવાની સલાહ આપવામાં આવે છે.

વર્ષ 2019ની પ્રવેશને લગતી તમામ માહિતી, ઇન્ફોર્મેશન ઇ બૂકલેટ અને સંસ્થાઓની યાદી સમિતિની વેબસાઇટ www.jacpcldce.ac.in પર ઉપલબદ્ધ છે. તથા સમિતિની 24 કલાકની હેલ્પલાઇન 079-2656600 કાર્યરત છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના અસલપ્રમાણપત્રો સંસ્થા કે હેલ્પ સેન્ટર ખાતે આપવાના રહેતાં નથી.
First published: May 8, 2019, 9:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading