અમદાવાદ : રાજ્યમાં આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષા (GSEB 10th Results)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં રાજ્યમાં ગત વર્ષ કરતાં સામાન્ય પરિણામ ઓછું આવ્યું છે. જોકે, આ બધાની વચ્ચે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ગુજરાતી વિષયનું પરિણામ ચિંતાજનક છે. રાજ્યમાંથી આ વર્ષે 1,00348 વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયમાં ડાંડ઼ી મારી છે. ડાંડી મારવી એટલે તળપદી ભાષામાં નાપાસ થયા છે. આ પરિણામ ચિંતાજનક અને વિશ્લેષણ કરવા યોગ્ય છે.
રાજ્યમાં આ વર્ષે કુલ 7,02,600 વિદ્યાર્થીઓેએ ધોરણ 10ની પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. આ વિદ્યાર્થીઓ પૈકીના 6,91,693 વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી. આજે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણા મુજબ ધોરણ 10માં ગુજરાતી પ્રથમ વિષયમાં ગુજરાતી માધ્યમના 5,91,345 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આમ ગુજરાતી વિષયનું ધોરણ 10નું પરિણામ 85.49 ટકા છે. જોકે, અંગ્રેજી માધ્યના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે.
આ પણ વાંચો: મોરબી : ધોરણ-10માં નાપાસ થતાં અધિકારી બનવાના સપના સેવી રહેલી વિદ્યાર્થિનીનો આપઘાત
ગુજરાતી બીજા વિષય તરીકે ધરાવનારાઓનું પરિણામ પ્રભાવશાળી
અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો દેખાવ સારો જોવા મળ્યો. અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી બીજી ભાષામાં પ્રભાવશાળી પરિણામ આવ્યું છે. અંગ્રેજી માધ્યમના 1,01, 667 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. આ પૈકીના 1,01,244 વિદ્યાર્થીઓે પરીક્ષા આપી હતી જ્યારે તેમાંથી 92,789 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ અંગ્રેજી માધ્યમનું પરિણામ 91.% રહ્યું હતું.
આ પણ વાંચો: ધોરણ-10 પરિણામ : 291 સ્કૂલનું 100% પરિણામ, 174 સ્કૂલનું પરિણામ 0%
ગત વર્ષ કરતાં 6 ટકા પરિણામ ઓછું
રાજ્યમાં ધો.10ની પરીક્ષાનું આજે 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. 2019માં ધોરણ 10નું પરિણામ 66.97 ટકા જાહેર થયું હતુ, તે સંદર્ભે ગત વર્ષ કરતા લગભગ 5 ટકા ઓછું પરિણામ આવ્યું છે. જેમાં અમદાવાદ શહેરનું 65.61 ટકા જ્યારે જિલ્લાનું 66.07 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં 50,943 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 33,375 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે જિલ્લામાં 39,045 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 25,798 નાપાસ થયા છે.