ધોરણ-10નું 66.97% પરિણામ જાહેર : સુરત જિલ્લાનું સૌથી વધારે 79.63%

News18 Gujarati
Updated: May 21, 2019, 9:48 AM IST
ધોરણ-10નું 66.97% પરિણામ જાહેર : સુરત જિલ્લાનું સૌથી વધારે 79.63%
ધો-10નું પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ-10માં કુલ 11,59,762 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-10માં કુલ 8,28,944 નિયમિત ઉમેદવારો નોધાયો હતા, જે પૈકી 8,22,823 પરીક્ષાર્થીઓ વર્ગખંડમાં ઉપસ્થિત રહ્યા હતા. જૈ પૈકી 5,51,023 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ જાહેર કરાયા છે.

ગીર સોમનાથ જિલ્લાના સુપાસી કેન્દ્રનું સૌથી વધારે 95.96 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના જ તડ કેન્દ્રનું સૌથી ઓછું 17.63 ટકા પરિણામ નોંધાયું છે. આ વર્ષે સૌતી વધારે પરિણામ ધરાવતા જિલ્લામાં સુરતે બાજી મારી છે.  ધોરણ-10ની પરીક્ષામાં ગુજરાતી માધ્યમનું કુલ 64.58% પરિણામ જાહેર થયું છે.સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર : સુપાસી (ગીર સોમનાથ જિલ્લો) 95.96%

સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર : તડ (ગીર સોમનાથી જિલ્લો) 17.63%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો : સુરત, 79.63%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો : છોટાઉદેપુર 46.38%100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ : 366
30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ : 995
0% પરિણામ ધરાવતી શાળાઓ : 63
વિદ્યાર્થીઓનું પરિણામ : 62.83%
વિદ્યાર્થિનીઓનું પરિણામ : 72.64%
અંગ્રેજી માધ્યમનું પરિણામ : 88.11%
ગુજરાતી માધ્યમનું પરિણામ : 64.58%
હિન્દી માધ્યમનું પરિણામ : 72.66%

ગ્રેડ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા

A1------ 4974
A1------ 4974
A2------ 32375
B1------ 70677
B2------ 129629
C1------ 187607
C2------ 119452
D------ 6288
E1------ 21

આ વર્ષે ધોરણ-10ની પરીક્ષા દરમિયાન ગેરરીતિના કુલ 119 કેસ નોંધાયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે કુલ 2165 ગેરરીતિના કેસ નોંધાયા હતા. બોર્ડ દ્વારા આ વર્ષે કુલ 1659 વિદ્યાર્થીઓના પરિણામ અનામત રાખવામાં આવ્યા નથી. આ વર્ષે કુલ 6142 દિવ્યાંગોએ ધોરણ-10ની પરીક્ષા આપી હતી.
First published: May 21, 2019, 8:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading