અમદાવાદના ખરાબ રસ્તાથી કંટાળી ગયા છો તો? સંપર્ક કરો આમનો, અત્યારે જ નોંધી લો નંબર
અમદાવાદના ખરાબ રસ્તાથી કંટાળી ગયા છો તો? સંપર્ક કરો આમનો, અત્યારે જ નોંધી લો નંબર
અમદાવાદના રસ્તા
Ahmedabad news: આ મુહિમ અતંર્ગત અમદાવાદના 8 લોકો મળીને અમદાવાદના બિસ્માર રસ્તા અને ફૂટપાથનું વિગતવાર સરનામું, ગૂગલ મેપ દ્વારા લોકેશન અને ફોટોગ્રાફ લોકો પાસેથી મંગાવી રહ્યા છે.
દિપીકા ખુમાણ, અમદાવાદ: શહેરનાં (Ahmedabad news) ખરાબ રસ્તાઓ અને ફૂટપાથને સુધારવા માટે અમદાવાદીઓ આગળ આવે એ માટે એક મુહિમ ચલાવાઈ રહી છે. આ મુહિમ અતંર્ગત અમદાવાદના 8 લોકો મળીને અમદાવાદના બિસ્માર રસ્તા અને ફૂટપાથનું વિગતવાર સરનામું, ગૂગલ મેપ દ્વારા લોકેશન અને ફોટોગ્રાફ લોકો પાસેથી મંગાવી રહ્યા છે. આ અંગે એક રિપોર્ટ તૈયાર કરી અમદાવાદના જાગૃત નાગરિક જતીન શેઠ આ રિપોર્ટ હાઇકોર્ટની લીગલ કમિટીને આપવાના છે.
હાલ વોટ્સ એપના માધ્યમથી તમામની ચકાસણી કરવામાં આવી રહી છે. આ અંગે જાગૃત નાગરિક જતીન શેઠના કહેવા પ્રમાણે, અમદાવાદના પોશ વિસ્તારમાં રસ્તા બીસ્માર છે, જેને લઇને અમદાવાદીઓ પરેશાન થઈ રહ્યા છે, આ રસ્તા અંગે અમદાવાદીઓએ રિપોર્ટ આપ્યો છે જેમાં સૌથી વધારે અમદાવાદના પૂર્વ વિસ્તારની હાલત સૌથી ખરાબ હોવાનું સામે આવ્યું છે.હજી લોકોના ફોટોગ્રાફ આવી રહ્યા છે. લોકો અમારો સંપર્ક કરી શકે તે માટે એક ફોર્મ બનાવ્યું છે.
નોંધનીય છે કે, નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રાથમિક સુવિધાઓ અંગે હાઈકોર્ટે થોડા દિવસ પહેલા જ કડક શબ્દોમાં વહીવટી તંત્રને જરુરી પગલા ભરવા માટે જણાવ્યું હતુ. હવે અમદાવાદના ખરાબ રસ્તાની સમસ્યા દૂર કરવા માટે હાઈકોર્ટે આ મુદ્દાને ધ્યાનમાં લઈને ખરાબ રસ્તા અને ફૂટપાથ માટે ફોટોગ્રાફ્સ, વિગતો સાથેનો વિસ્તૃત અહેવાલો કોર્ટમાં રજૂ કરવા માટે લીગલ અને પેરાલીગલ વોલેન્ટિયર્સની ટીમની રચના કરવાનો હુકમ કર્યો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ચીફ જસ્ટીસ અરવિંદ કુમાર અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે એક આદેશમાં એવું અવલોકન કર્યું છે કે, સારી ગુણવત્તાવાળા રોડ અને ફૂટપાથ નાગરિકોને મળવા જોઈએ, કારણ કે સારા રોડ અને ફૂટપાથ નાગરિકોને બંધારણે આપેલો હક છે અને તેનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 21 (Right to life)માં કરવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે જણાવ્યું છે. આ સાથે AMC દ્વારા જે અમલવારી અહેવાલની ખરાઈ કરાશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર