Home /News /madhya-gujarat /મગફળીકાંડઃ નાફૅડના ચેરમેન વાઘજી બોડાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

મગફળીકાંડઃ નાફૅડના ચેરમેન વાઘજી બોડાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

વાઘજી બોડાએ આપ્યું રાજીનામુ

વાઘજી બોડાએ બુધવારે મગફળીકાંડ અંગે આપેલા નિવેદન બાદ ગુરુવારે પોતાનું રાજીનામું ધરી દીધું હતું.

    મગફળી કૌભાંડમાં હવે નવો જ વળાંક આવ્યો છે. નાફૅડના ચેરમને વાઘજી બોડાએ કોંગ્રેસના તેના તમામ પદ પરથી રાજીનામું ધરી દીધું છે. મગફળીકાંડમાં વિવાદ બાદ તેમણે રાજીનામું ધરી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિને મોકલી આપ્યું છે. જોકે, રાજીનામા અંગે તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે. વાઘજી બોડા નાફેડના ચેરમેન ઉપરાંત દિગ્ગજ કોંગ્રેસ નેતા છે. વાઘજી બોડાએ બુધવારે મગફળીકાંડ અંગે આપેલા નિવેદન બાદ ગુરુવારે પોતાનું રાજીનામું ધરી દીધું હતું.

    જીપીસીસીને મોકલ્યો રાજીનામાનો પત્ર

    "નાફેડ દેશ લેવલની સંસ્થા હોય જેમાં દરેક પક્ષના ડિરેક્ટરો આ સંસ્થામાં સેવા આપતા હોય છે. નાફેડમાં મારી જવાબદારીના કારણે મેં કોંગ્રેસના નેબર હેઠળ મગફળી વિશે જે નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું તે નિવેદન આપવામાં થોડી ઉતાવળ થઈ ગઈ હોવાથી હું પક્ષમાંથી રાજીનામું આપું છું."

    વાઘજી બોડાએ કોંગ્રેસના કાર્યક્રમમાં કર્યા હતા આક્ષેપ

    નાફૅડના ચેરમેન વાઘજી બોડાએ બુધવારે મગફળી કૌભાંડ અંગે કૃષિમંત્રી ફળદુને જવાબ આપતા કહ્યું હતું કે, "કૃષિમંત્રી પાસે અભ્યાસ જ નથી. જો કૌભાંડમાં નાફેડ જવાબદાર હોય તો તેની સામે પણ ફરિયાદ કરો."

    વાઘજી બોડાએ ટંકારા ખાતેથી કોંગ્રેસની કારોબારીમાં બોલતા કહ્યું હતું કે, "ગુજ્કોટના ચેરમેન અને મુખ્યમંત્રીને બનતું ન હોવાથી ફડચામાં ગયેલી મંડળીઓને ખરીદીનું કામ સોપાયું હતું. આ સમગ્ર કૌભાંડમાં અમુક મિલ માલિકો પણ જવાબદરા છે. વિધાનસભાની ચૂંટણી વખતે આ કૌભાંડ થયું હતું. સાથે સાથે તેમણે એવી ચેલેન્જ પણ ફેંકી હતી કે ટંકારા અને મોરબી મારો વિસ્તાર છે અહીં ખરીદાયેલી મગફળીમાં એક કાંકરી પણ શોધી આપો તો હું જાહેર જીવન છોડી દઈશ."

    નીતિન પટેલે વાઘજી બોડાને આપ્યો જવાબ

    વાઘજી બોડાએ આપેલા નિવેદન સંદર્ભે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, "નાફૅડેના ચેરમેને કોંગ્રેસના કાર્યક્રમમાં જઈને નિવેદન આપ્યું છે. મગફળી કૌભાંડમાં નાફૅડ અને કોંગ્રેસ પક્ષની મિલિભગત હોઈ શકે છે. કારણ કે ફરિયાદ કરનાર પણ કોંગ્રેસ છે અને ગેરરીતિ કરનારા પણ કોંગ્રેસી છે. આ અંગે નાફૅડ સંસ્થા જવાબદાર હોવા છતાં તેની સામે કોઈ ફરિયાદ થઈ નથી. ગોડાઉનોમાં સુરક્ષાની જવાબદારી પણ તેઓ સારી રીતે નિભાવી શક્યા નથી."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: GPCC, Groundnut scam, કોંગ્રેસ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन