Home /News /madhya-gujarat /Grishma Murder Case Effect: GTUની 3500 વિધાર્થીનિઓને આત્મરક્ષાની ટ્રેનિંગ લીધી

Grishma Murder Case Effect: GTUની 3500 વિધાર્થીનિઓને આત્મરક્ષાની ટ્રેનિંગ લીધી

ટ્રેનીગ

Grishma Murder Case Effect: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ (Gujarat Technological University) તેની 37 કોલેજમાં 3500 વિધાર્થીનીઓને સ્વરક્ષણની ટ્રેનિંગ આપી છે. 

અમદાવાદ: સુરતમાં ગ્રીષ્માની (surat grishma murder case) જાહેરમાં ગળું કાપી હત્યાની ઘટના ફરી એકવાર લોકોના માનસ પટ પર તાજી થઈ છે જ્યારે સુરત કોર્ટે ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા (Death penalty) સંભળાવી છે. જોકે આવી ઘટનાઓ સામે વિધાર્થીનિઓ સુરક્ષિત રહી શકે તે હેતુથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ (Gujarat Technological University) તેની 37 કોલેજમાં 3500 વિધાર્થીનીઓને સ્વરક્ષણની ટ્રેનિંગ આપી છે.

સમાજમાં જોવા મળતી કેટલીક અનિચ્છનીય ઘટનાઓ અને અસામાજીક તત્વોને કારણોસર દરેક મહિલા અને વિદ્યાર્થીનીઓને આત્મરક્ષણના પાઠ શીખવા વર્તમાન સમયની જરૂરીયાત છે. જેને અનુલક્ષીને તાજેતરમાં જ સમાજસેવાના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા પરિપત્ર કરીને તમામ સંલગ્ન કૉલેજની વિદ્યાર્થીનીઓ માટે વિનામૂલ્યે સ્વ-રક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે,  સમાજસેવાના પ્રત્યેક કાર્યમાં જીટીયુ હરહંમેશ કાર્યરત રહ્યું છે. વર્તમાન સમયમાં દરેક વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓએ આત્મરક્ષણની તાલીમ મેળવવી જ જોઈએ.  1 મહિના જેટલા ટૂકાં ગાળામાં જીટીયુ સંલગ્ન 37થી વધુ કૉલેજોની 3500થી વધુ વિદ્યાર્થીની અને મહિલા કર્મચારીઓને જીટીયુ દ્વારા નિયુક્ત તજજ્ઞો દ્વારા વિનામૂલ્યે 1 સપ્તાહની તાલીમ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ-કમકમાટીભરી હત્યા! ગુરૂગ્રામમાં ટોળાએ કરી યુવકની ક્રૂરતા પૂર્વક હત્યા, માંગતો રહ્યો રહેમની ભીખ

આગામી દિવસોમાં અન્ય સંલગ્ન સંસ્થાઓ ખાતે પણ આ પ્રકારની તાલીમનું આયોજન જીટીયુ દ્વારા કરવામાં આવશે. તાલીમના કારણોસર વિદ્યાર્થીનીઓ આત્મરક્ષણનું જ્ઞાન તો મેળવ્યું જ છે, સાથે-સાથે જુડો , કરાટે, ટાઈક્વોન્ડો જેવી માર્શલ આર્ટ્સની વિવિધ રમતો પ્રત્યે પણ તેમની રૂચી કેળવાઈ હોવાથી આગામી સમયમાં જીટીયુની વિદ્યાર્થીનીઓ આ ક્ષેત્રે પણ દેશનું નામ રોશન કરશે એમાં શંકાને સ્થાન નથી.

આ પણ વાંચોઃ-Crime: પંજાબી બોલવા પર પત્નીને મારતો હતો માર, પેટ્રોલ છાંટી કરી જાનથી મારી નાંખવાની કોશિશ

સાપ્તાહિક તાલીમની અંતે કાયમી ધોરણે પણ દરેક સંસ્થામાં આ પ્રકારના વર્ગોનું આયોજન જીટીયુ અને સંલગ્ન કૉલેજના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે.મહત્વનું છે કર ગ્રીષ્મા હત્યાની ઘટના બાદ રાજ્યમાં એક પછી એક એવી કેટલીક ઘટનાઓ પછી સેલ્ફ ડિફેન્સની તાલીમ આપતી સંસ્થાઓમાં પણ તાલીમ મેળવવા ધસારો વધ્યો છે.
Published by:Ankit Patel
First published:

Tags: Ahmedabad news, Grishma Vekaria Case, Gujarati news