અમદાવાદઃ GRINDR APP એપ્લિકેશનના માધ્યમથી ડેટિંગ એપથી (Dating App) ફરિયાદીને વિશ્વાસમાં લઇ આરોપીઓએ લલચાવી ને નિર્ણય નગર પાસે બોલાવ્યા અને બાદમાં ગ્રીન સિટીમાં આવેલ એક ફ્લેટમાં લઇ ગયા. જ્યાં આરોપીઓએ ફરિયાદીને માર મારીને બળજબરીપૂર્વક તેમનો મોબાઈલ ફોન (Mobile phone) તેમજ ડેબિટ કાર્ડ (Debit card) લઈ જઈને આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર રૂપિયા 5 લાખ ટ્રાન્સફર (Money transfer) કરી લીધા છે. જે અંગેની જાણ પોલીસ ને કરતા પોલીસ એ 2 આરોપી ઓને ઝડપી અન્ય આરોપી ઓને શોધવા માટેની તજવીજ શરુ કરી છે.
અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમ માં એક નિવૃત્ત પ્રોફેસર એ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસ એ દીપેન પટેલ, અને હર્ષિલ પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે. આ બંને આરોપી ઓએ GRINDR APPમા ડેટિંગ એપથી આરોપીઓએ પોતાની ખોટી આઇડી બનાવી ફરિયાદી સાથે ચેટિંગ કરી વિશ્વાસમાં લઇ આરોપીઓએ નિર્ણયનગર રામેશ્વર મંદિર પાસે બોલાવ્યા હતા.
ત્યારબાદ ગ્રીન સીટીમાં એક મકાનમાં લઈ ગયા હતા. જ્યાં એક આરોપીએ ફરિયાદીને વાતચીતમાં રાખીને વિશ્વાસ માં લીધા હતા. બાદમાં બીજા ત્રણ આરોપી ઓ રૂમમાં આવી ગયા હતા અને ફરિયાદી સાથે મારામારી કરી ને કહેવા લાગ્યા હતા કે તું ખોટા કામ કરે છે.
ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા તેણે બૂમાબૂમ કરી હતી. જેથી આરોપીઓ મોબાઈલ અને ચાવી ફેંકીને ફરાર થઈ ગયા હતા. ફરિયાદી એ મોબાઈલમાં જોતા બેન્ક એકાઉન્ટ માંથી રૂપિયા 5 લાખ ડેબિટ થઈ ગયા હતા જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસ એ ફરિયાદ નોંધીને બે આરોપી ઓ ઝડપી લીધા છે. જ્યારે અન્ય આરોપીને પકડવા માટેની તજવીજ શરુ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર