ગુજરાત ATSની મોટી સફળતા! અંડર વર્લ્ડ ડોન છોટા રાજનની ગેંગ સાથે મળી આતંક મચાવનાર મોસ્ટ વોન્ટેડ ઝડપાયો


Updated: May 22, 2020, 8:26 PM IST
ગુજરાત ATSની મોટી સફળતા! અંડર વર્લ્ડ ડોન છોટા રાજનની ગેંગ સાથે મળી આતંક મચાવનાર મોસ્ટ વોન્ટેડ ઝડપાયો
પકડાયેલા આરોપીની તસવીર

આરોપી છોટા રાજન ગેંગના સભ્ય રાજેશ ખન્ના અને શરમદ સાથે મળી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગુનાઓ કરતો હતો. આરોપીએ 2011માં અન્ય સાગરીતો સાથે મળી સુરતમાં 80 લાખના હીરાની લૂંટ કરી હતી.

  • Share this:
અમદાવાદઃ ગુજરાત ATSને (Gujarat ATS) એક મોટી સફળતા હાથ લાગી છે. એક મોસ્ટ વોન્ટેડ (Most Wanted) આરોપીની ધરપકડ કરી કરવામાં આવી છે. અને જેને લૂંટ અને ધાડ જેવા અનેક ગુનાઓને અંજામ આપ્યો હતો. નોંધનીય છે કે આરોપી હરેશ ગોસ્વામી એક સમય ન અંડર વર્લ્ડ ડોન (Underworld don) છોટા રાજનની ગેંગ સાથે લૂંટ જેવી ગંભીર ગુનાઓ ને અંજામ આપી ચુક્યો છે.

ગુજરાત ATSના PI જે એન.ગોસ્વામીએ માહિતીના આધારે આરોપીને પકડી પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે આરોપી હરેશ ગોસ્વામી આંતરરાજયો ગેંગ સાથે મળી ગુજરાત અને મહારાષ્ટ્રમાં લૂંટ અને ધાડ જેવી ઘટનાઓને અંજામ આપતો હતો.

આ પણ વાંચોઃ-ફરજ છોડી પણ દેશસેવા નહીં! ઉત્તર ગુજરાતમાં કોરોના સામે અવિરત સેવા આપતા 127 પૂર્વ સૈનિકો

આરોપી છોટા રાજન ગેંગના સભ્ય રાજેશ ખન્ના અને શરમદ સાથે મળી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગુનાઓ કરતો હતો. પોલીસની તપાસ માં સામે આવ્યું છે કે આરોપીએ 2011માં અન્ય સાગરીતો સાથે મળી સુરતમાં 80 લાખના હીરાની લૂંટ કરી હતી.

આ પણ વાંચોઃ-લોકડાઉન ડાયરી: 5 મહિનાના ભ્રૂણને હાથમાં લઈને આખી રાત રોતા રહ્યા પતિ-પત્ની, ડોક્ટરોનું ન પીગળ્યું હૃદય

આરોપીએ 2017માં ભિલાડ ચેક પોસ્ટ પર 1.17 કરોડની લૂંટ કરી હતી. 2018માં ભિલાડના હોલી ગામમાં એક પરિવારને બંધક બનાવી બંદૂક બતાવી 22 લાખની ધાડ પણ કરી હતી.આ પણ વાંચોઃ-માસ્કમાં ફેશન! સુરતના યુવક મંડળે મોદી ફોટો, સ્લોગનો અને મેચિંગ માસ્ક બનાવ્યા, 25 લાખ માસ્ક મફત આપશે

આ સિવાય 2018માં સેલવાસમાં સોનાના વેપારીની કાર ઉપર ફાયરિંગ કરી લૂંટની કોશિશ કારેલ અને 2018માં મુંબઇના એક રેલવે સ્ટેશનમાં ફાયરિંગ કરી 17 લાખની લૂંટ કરી હતી. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આરોપીએ આ સિવાય અન્ય કેટલા ગુનાઓ કર્યા છે તેની તપાસ શરૂ કરી છે.
First published: May 22, 2020, 7:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading