અમદાવાદ: IIFLમાં લૂંટનો પ્રયાસ કરનાર યુવાનને દેવું વધી જતાં પ્લાન ઘડ્યો હતો

News18 Gujarati
Updated: July 7, 2019, 8:59 AM IST
અમદાવાદ: IIFLમાં લૂંટનો પ્રયાસ કરનાર યુવાનને દેવું વધી જતાં પ્લાન ઘડ્યો હતો
આરોપી યુવાન બંદૂક બતાવીને બધાને ધમકાવતો હતો.

પ્લાનને અંજામ આપવા માટે તેણે રાજસ્થાનના આબુમાંથી રિવોલ્વર ખરીદી હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : અમદાવાદમાં ઘાટલોડિયાનાં કે.કે. નગર રોડ પર સમર્પણ ટાવરમાં ગઇકાલે નવયુવાને ગન લઇને ખાનગી ધિરાણ પેઢીમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ ખબર ફેલાતા આખા શહેરમાં ચકચાર મચી ગઇ હતી. આઈઆઈએફએલ નામની સોના ઉપર ધિરાણ કરતી બેન્કમાં ભર બપોરે દારૂ પીને પિસ્તોલ લઇને લુટારુ ઘૂસી આવ્યો હતો. મોંઢા ઉપર બે રૂમાલ અને હેલ્મેટ પહેરીને બેધડક પેઢીમાં આવી ગયો હતો. લુટારુએ પિસ્તોલની અણીએ કેશ કાઉન્ટર ઉપર બેઠેલા કર્મચારીઓને ધમકાવીને થેલામાં પૈસા ભરાવ્યા હતા.

તે જ સમયે બ્રાન્ચ મેનેજર આશિષ રાજપરાએ 15 ફૂટ દૂરથી લુટારુને કાચનો ગ્લાસ મારી તેને પકડવા નજીક આવી ગયા હતા. જે બાદ કર્મચારીઓ અને ત્યાં આવેલા લોકોએ ચોરને પકડી લીધો હતો. જેનાથી બચવા આ યુવાને 1 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. સ્ટાફે જ્યારે લુટારુનું હેલમેટ અને રૂમાલ કાઢીને ચહેરો જોયો ત્યારે તેમણે ઓળખી લીધો હતો. આ યુવાન તેમને ત્યાં પહેલા પણ આવ્યો હતો. આ યુવાન ચોર ચિરાગ ભાવસાર ન્યૂ રાણીપનો રહેવાસી છે અને તેણે અહીંથી સોના પર લોન લીધી છે. આ બાદ ઘાટલોડિયા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ: IIFLમાં લૂંટનો પ્રયાસ કરનાર યુવાનને દેવું વધી જતાં પ્લાન ઘડ્યો હતો

કેમ કર્યો લૂંટનો પ્રયાસ

આરોપી ચિરાગ ભાવસાર વ્યવસાયે ગ્રાફિક ડિઝાઈનર છે. ચિરાગને જુગારમાં 8 લાખનું દેવું થઇ ગયું હતું. જેના કારણે તેણે લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો. તેણે ઇન્ડિયા ઇન્ફોલાઇન કંપનીમાં સોના પર લોન લીધી હતી. તેથી તે અહીંની ઓફિસથી જાણીતો હતો તેથી અહી જ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. પ્લાનને અંજામ આપવા માટે તેણે રાજસ્થાનના આબુમાંથી રિવોલ્વર ખરીદી હતી. ચિરાગે કેશિયર પાસેનાં મહિલા કર્મચારીને જઇને ધમકાવીને પિસ્તોલ બતાવીને કહ્યું હતું કે, 'થેલામાં રોકડ નાંખો સોનું નહીં.'
First published: July 7, 2019, 8:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading