ઘોર કળિયુગ! દારૂ પીવાના પૈસા ન આપતાં પૌત્રએ દાદીને લોબીમાં લટકાવી દીધા

News18 Gujarati
Updated: November 2, 2019, 10:39 AM IST
ઘોર કળિયુગ! દારૂ પીવાના પૈસા ન આપતાં પૌત્રએ દાદીને લોબીમાં લટકાવી દીધા
પ્રતિકાત્મક તસવીર

પોલીસ ફરિયાદ કરી તો આપાઘાત કરશે તેવી ધમકી અવારનવાર આપી પૌત્ર દારૂના પૈસા પડાવતો

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : થોડા દિવસ પહેલાં અમદાવાદ (Ahmedabad) શહેરમાં દિવાળીના (Diwali) પૈસા ન આપતા માતાપિતાને માર માર્યો હોવાની ઘટના બાપુનગર (Bapunagar) વિસ્તારમાં બની હતી, ત્યારે હવે એક એવી ઘટના બની છે, જેમાં પૌત્રએ (Grandson) દાદીને માર (Grandmother) મારી લોબીમાં લટકાવી દીધા (Hanged) હતા. પૌત્રએ દારૂ પીવા (Money for Liqour) માટે દાદી પાસે પૈસા માંગ્યા હતા પણ દાદી પાસે પૈસા ન હોવાથી તેને ના પાડતા પૌત્રએ દાદી સાથે આ વર્તણૂક કરી હતી. અગાઉ પણ અનેક વાર દાદીએ તેના પૌત્રને દારૂ પીવા માટે પૈસા આપ્યા હતા. હાલ તો બાપુનગર પોલીસે આ સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા કમલાબહેન શર્મા (ઉ.87) તેમના પતિ સાથે રહે છે. સંતાનમાં તેઓને ચાર પુત્ર અને ચાર પુત્રીઓ છે, જેમાંથી એક પુત્રનું અવસાન થયું હતું. કમલાબહેનનો એક પુત્ર અશોક તેમના જ મકાનના ઉપરના માળે રહે છે. અશોકભાઇને દિનેશ ઉર્ફે સોનુ અને યતીન ઉર્ફે સન્ની નામના બે પુત્રો છે. જેમાંથી યતીન ભક્તિનગર ખાતે રહે છે. કમાલબહેનનો પૌત્ર દિનેશ ઉર્ફે સોનુ કોઇ કામધંધો કરતો નથી જેથી અવારનવાર દારૂ પીવા માટે પૈસા માંગે તો તેના પરિવારજનો તેને પૈસા આપતાં હતા.

આ પણ વાંચો :  'મહા' વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, 6-7 નવેમ્બરે ભારે પવન સાથે વરસાદની આગાહી

પાંચેક દિવસે પહેલા કમલાબહેનના પતિ તેમના પુત્રના સુરત ખાતેના ઘરે ગયા હતા, ત્યારે આ દિનેશ ઉર્ફે સોનુએ તેના દાદી એટલે કે કમલાબહેન પાસે આવી દારૂ પીવાના પૈસા માંગ્યા હતા. પણ તેમની પાસે પૈસા ન હોવાથી તેમણે મનાઇ કરી હતી, જેથી દિનેશ ઉર્ફે સોનુએ તેના દાદીને મારી નાખવાની ધમકી આપતા તેના દાદા આવશે ત્યારે તેમની પાસેથી લઇને આપશે તેવું કહેતા તે જતો રહ્યો હતો. પણ થોડા સમય બાદ સોનુ ફરી આવ્યો અને તેણે તેના દાદીનું ગળું દબાવી હત્યાની કોશિષ કરી હતી. લોકોએ કમલાબહેનને દિનેશની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા. જેથી દિનેશે તેના દાદીને મકાન ખાલી કરી જતા રહેવા કહ્યું હતું.

બાદમાં ફરીથી દિનેશે તેના દાદી પર હુમલો કર્યો હતો અને લોબીની દિવાલ પર લટકાવી દીધા હતા. પરિવારજનો અને આસપાસના લોકો આ ઘટના જોઇ જતાં કમલાબહેનને મુક્ત કરાવ્યા હતા. આખરે પરિવારને જાણ કરતા કમલાબહેને બાપુનગર પોલીસસ્ટેશનમાં આઇપીસી 307,427, 294(ખ) મુજબ ફરિયાદ નોંધાવી હતી. તેમણે તેમના પૌત્ર પર આક્ષેપ કર્યા હતા કે જો તેઓ પોલીસ ફરિયાદ કરશે તો દિનેશ આપઘાત કરી લેશે તેવી ધમકી પણ આપી હતી.
First published: November 2, 2019
વધુ વાંચો
अगली ख़बर