અમદાવાદ : સાંસદ કિરીટ સોલંકીની પૌત્રી 80% સાથે ઉત્તીર્ણ, ઝલકનું સપનું દાદાના ચિંધ્યા માર્ગે


Updated: July 15, 2020, 6:12 PM IST
અમદાવાદ : સાંસદ કિરીટ સોલંકીની પૌત્રી 80% સાથે ઉત્તીર્ણ, ઝલકનું સપનું દાદાના ચિંધ્યા માર્ગે
ઝલકના કહેવા પ્રમાણે રાજકારણ પહેલા તેના દાદા કિરીટ સોલંકી ડૉક્ટર હતા જેમનું વ્યક્તિત્વ આજે પણ પ્રેરણાદાયી છે, તે દાદાની જેમ હવે ડૉક્ટરી કરવા માંગે છે

ઝલકના કહેવા પ્રમાણે રાજકારણ પહેલા તેના દાદા કિરીટ સોલંકી ડૉક્ટર હતા જેમનું વ્યક્તિત્વ આજે પણ પ્રેરણાદાયી છે, તે દાદાની જેમ હવે ડૉક્ટરી કરવા માંગે છે

  • Share this:
અમદાવાદ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના 10માં ધોરણનું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓ ખુશ ખુશાલ જોવા મળ્યા છે. આવામાં અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીની પૌત્રી ઝલક સોલંકીએ પણ CBSEમાં ટોપ કર્યું છે. જે 80 ટકા સાથે ઉત્તીર્ણ થઇને સોલંકી પરિવારનું નામ રોશન કર્યું છે. આ અંગે વાતચીત કરતાં ઝલક સોલંકી જણાવે છે કે તેણે આ સ્થાન મેળવવા માટે સતત અભ્યાસ કર્યો હતો. એટલું જ નહીં પરિવારનો સપોર્ટ તેમને ઘણો મળ્યો. ઝલકના કહેવા પ્રમાણે રાજકારણ પહેલા તેના દાદા કિરીટ સોલંકી ડૉક્ટર હતા જેમનું વ્યક્તિત્વ આજે પણ પ્રેરણાદાયી છે. ઝલકના કહેવા પ્રમાણે તે દાદાની જેમ હવે ડૉક્ટરી કરવા માંગે છે.

ઝલક નાનપણથી ઘણી હોશિયાર છે. ઝલકના દાદા અને અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીના કહેવા પ્રમાણે ઝલક નાનપણથી જ ખૂબ જ હોશિયાર છે અને તેનું નિરીક્ષણ પાવરફૂલ છે. દસમા ધોરણની સીબીએસસીની પરીક્ષામાં 80% આવવાથી તેમને પૌત્રી ઉપર ગર્વ છે. તેઓ માને છે કે સમાજમાં જ્યારે દીકરી ભણશે ત્યારે તેના દ્વારા પરિવારમાં જાગૃતિ આવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ લોકો સુધી પહોંચશે.


આ પણ વાંચો - અમદાવાદ : મહિલા પત્રકાર પર ડૉક્ટરે કર્યો બળાત્કાર, સારવારના બહાને હોટલમાં બોલાવી કર્યું કૃત્ય

ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે તેમનો દીકરો બિઝનેસ કરે છે જ્યારે પુત્રવધૂ ગૃહિણી છે. ઝલક ડૉકટર બને તેવા તેનામાં ગુણો દેખાય રહ્યા છે.
Published by: Ashish Goyal
First published: July 15, 2020, 6:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading