Home /News /madhya-gujarat /

GPSCની પરીક્ષા મોકુફ, તારીખો ફરી જાહેર કરાશે, 10 ટકા અનામતની અસર

GPSCની પરીક્ષા મોકુફ, તારીખો ફરી જાહેર કરાશે, 10 ટકા અનામતની અસર

પ્રતિકાત્મક તસવીર

    રાષ્ટ્રપતિની મોહર બાદ દેશભરમાં સવર્ણોને 10 ટકા અનામત કાયદો બની ગયો છે, નવા નિયમને લાગુ કરવામાં ગુજરાત સૌપ્રથમ છે, એવામાં અનામતની અસર રાજ્યમાં થઇ રહેલી ભરતીઓમાં થઇ છે. 10 ટકા અનામતને કારણે GPSCના પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર થશે.

    અહીં ક્લિક કરી વાંચો બનાસકાંઠામાં પ્રેમીકાને મળવા ગયેલા યુવકનું ગામ લોકોએ કર્યું મુંડન, વીડિયો વાયરલ

    GPSCના ચેરમેન દિવેશ દાસાએ ટ્વીટ કર્યું કે 10 ટકા અનામત કારણે GPSCના પ્રોગ્રામમાં ફેરફાર થયો છે. આવનારી 20મી જાન્યુઆરીએ GPSCની પરીક્ષા યોજાનાર હતી, જે હાલ મોકુફ રાખવામાં આવી છે. નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.





    કેન્દ્રની મોદી સરકારે મૂકેલા 10 ટકા સવર્ણો અનામતના બિલને લોકસભા અને રાજ્યસભામાં મંજૂરી મળ્યા બાદ હવે ગુજરાતમાં આવતીકાલથી જ તેનો અમલ કરાશે. આવતીકાલે એટલે કે મકરસંક્રાંતિના દિવસથી જ રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામતનો લાભ આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

    રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવા મળશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ 10 ટકા અનામતનો લાભ અપાશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: EWS reservation, Examinations will be postponed, GPSC, GPSC Examinations, Gujarat Public Service Commission

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन