Home /News /madhya-gujarat /કોંગ્રેસે કહ્યું મગફળી કાંડને બનાવીશું રાષ્ટ્રીય મુદ્દો, ભાજપે કહ્યું 'નાટક બંધ કરો'

કોંગ્રેસે કહ્યું મગફળી કાંડને બનાવીશું રાષ્ટ્રીય મુદ્દો, ભાજપે કહ્યું 'નાટક બંધ કરો'

જીતુ વાઘાણી, ફાઈલ ફોટો

પોલીસ તપાસમાં 6700 ગુણી મગફળી કેશોદની ક્રાંતિ ઓઇલ મિલને વેચી દેવાની ચોકાવનારી માહિતી સામે આવી છે.

  માળિયા હાટીનાની મોટી ધણેજ સહકારી મંડળીએ ખરીદેલી મગફળીમાં મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં માળિયાના તાલુકા ભાજપ પ્રમુખ અને યુવા મોરચાના ઉપપ્રમુખના નામ ખૂલતાં બંનેને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. મગફળી કૌભાંડને કોંગ્રેસ ભાજપ સામે રાષ્ટ્રીય મુદ્દો બનાવવા જઈ રહી છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આ માટે દિલ્હી પહોંચી ગયા છે. તેમની સાથે ગુજરાત પ્રભારી રાજીવ સાતવ 4 વાગ્યા બાદ ખુલાસા કરવાના છે. આ બાબતે ભાજપ પીછે હટ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઉપવાસ કરવાનું નાટક કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

  ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પરેશ ધાનાણી દિલ્હીમાં મગફળી કાંડને રાષ્ટ્રીય મુદ્દો બનાવવા છે એ બાબતને ધ્યાને રાખીને એક પત્રકાર પરિષદ યોજી હતી અને વળતો પ્રહાર કર્યો હતો. વાઘાણીએ સવાલ કર્યો હતો કે વાઘજી બોડાએ રાજીનામું કેમ આપવું પડ્યું? કોંગ્રેસના સમયમાં કેટલાક ભ્રષ્ટાચાર થયા? કોંગ્રેસ પહેલા પોતાનું ઘર સંભાળે. સાથે જ કોંગ્રેસ ગુનાહિત પ્રવૃતિ કરનારને છાવરે છે તેવો આક્ષેપ કર્યો હતો અને કોંગ્રેસ હજુ કેટલાકને બચાવવા માંગે છે તેવો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો.

  પોલીસ તપાસમાં 6700 ગુણી મગફળી કેશોદની ક્રાંતિ ઓઇલ મિલને વેચી દેવાની ચોકાવનારી માહિતી સામે આવી છે. રિમાન્ડ પર રહેલા મગન ઝાલાવડિયાએ વેચેલી મગફળીના પૈસા કોને આપ્યા તેની માહિતી પોલીસને આપી નથી. જો કે, બુધવારે પોલીસે મિલમાલિક રાજેશ વાડોલિયાની ધરપકડ કરી લીધી હતી. મગફળી કોણ વેચવા આવ્યું હતું, કેટલો ભાવ નક્કી થયો હતો, મગફળીની રકમ કેવી રીતે અને કોને ચૂકવવામાં આવી હતી સહિતના મુદ્દે પોલીસે રાજેશ વાડોલિયાની પૂછપરછ શરૂ કરી હતી.

  Vaghji Boda, વાઘજી બોડા
  વાઘજી બોડાએ આપ્યું રાજીનામુ


  આ પહેલા મગફળીકાંડ મુદ્દે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે હવે કોંગ્રેસને ઘેરી હતી. નીતિન પટેલે કહ્યુ છે કે, ટેકાના ભાવે મગફળી ખરીદીનું કામ નાફેડે કર્યુ છે અને કૌભાંડ સામે આવ્યા બાદ પોલીસ તપાસની માંગ પણ કરી નથી. ઉલ્લેખનિય છે કે નીતિન પટેલના આરોપ બાદ નાફૅડના ચેરમને વાઘજી બોડાએ કોંગ્રેસના તેના તમામ પદ પરથી રાજીનામું ધરી દીધું છે. મગફળીકાંડમાં વિવાદ બાદ તેમણે રાજીનામું ધરી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિને મોકલી આપ્યું છે. જોકે, રાજીનામા અંગે તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે. વાઘજી બોડા નાફેડના ચેરમેન ઉપરાંત દિગ્ગજ કોંગ્રેસ નેતા છે. વાઘજી બોડાએ બુધવારે મગફળીકાંડ અંગે આપેલા નિવેદન બાદ ગુરુવારે પોતાનું રાજીનામું ધરી દીધું હતું.

  શું છે સમગ્ર મામલો ?

  31 તારીખે પેઢલા ગામે વેપારીઓ મગફળી લેવા ગયા હતા, ત્યારે મગફળીમાં ધૂળ અને માટી નીકળતા વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો, હોબાળા બાદ પણ 5 કલાક સુધી ગુજકોટ અને નાફેડના અધિકારીઓ ફરક્યા ન હતા, જેના કારણે મગનભાઇ ઝાલાવડિયાએ જેતપુર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ બાદ 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં 22 લોકોના નામ ખૂલ્યા હતા.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: GPCC, Groundnut, Nafed, કોંગ્રેસ, કૌંભાંડ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन