જામનગરમાં ફરજ બજાવતા GPCBના કલાસ વન અધિકારી 'લાંચ'ના રૂ. 5 લાખ સાથે ઝડપાયા


Updated: July 11, 2020, 8:27 PM IST
જામનગરમાં ફરજ બજાવતા GPCBના કલાસ વન અધિકારી 'લાંચ'ના રૂ. 5 લાખ સાથે ઝડપાયા
લાંચિયા અધિકારીની તસવીર

'લાંચિયા' અધિકારી ભાયાભાઈ સુત્રેજાના ઘરેથી એસીબીને પાંચ લાખ રૂપિયા રોકડા અને સોનાની બે લગડી મળી આવી હતી.

  • Share this:
અમદાવાદઃ પ્રજાના કામો માટે નિમાયેલા સરકારી જમાઈ બની બેઠેલા એવા સરકારી કર્મચારી પ્રજાના કામ કરવાના બદલે પ્રજાને લૂંટી રહ્યા હોવાની ચકચારી ઘટના સામે આવી છે. જામનગરમાં ફરજ બજાવતા જીબીસીબીના (GPCB) ક્લાસ વન અધિકારી (Class-1 officer) પાંચ લાખ રૂપિયા સાથે રંગેહાથે એસીબીએ (ACB) ઝડપી લાધા હતા. ત્યારબાદ એસીબીએ લાંચિયા અધિકારી સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે એન્ટી કરપ્શન બ્યુરોનાં ડીવાયએસપી આશુતોષ પરમારે જણાવ્યું હતું કે જામનગરમાં ફરજ બજાવતા GPCBના કલાસ વન અધિકારી ભાયાભાઈ સુત્રેજા લાંચની રકમ લઈને શનિ-રવિ ગાંધીનગર લઈને આવતા હોવાની બાતમીના આધારે ACBએ છટકું (ACB Trap) ગોઠવીને બેગ સાથે કલાસ વન અધિકારીને લાંચ પેટે લીધેલા 5 લાખ રૂપિયા રોકડ રકમ સાથે પકડયા હતા. જોકે આ નાણાં ક્યાંથી લાંચ પેટે લીધા હતા તેની તપાસ એસીબી કરી રહી છે.

આ પણ વાંચોઃ-સોનામાં રોકાણ નફાનો ધંધો! ફટાફટ જાણીલો અમદાવાદમાં સોના-ચાંદીના નવા ભાવ

આ પણ વાંચોઃ-ધરમ કરતા ધાડ પડી! સુરતમાં રોડ પર ઝઘડતા દંપતીને છોડાવવા જતાં TRB જવાનને માર ખાવાનો વારો આવ્યો

આ પણ વાંચોઃ-જો અમને કોરોના છે તો તમને પણ થવો જોઈએ': યુવકે મહિલા ડોક્ટરની કારમાં માથું નાંખી ઉધરસ ખાધી

આરોપી કલાસ વન અધિકારીના ઘરે પણ એ સી બીએ તપાસ કરી હતી. અને તેના ઘરેથી પણ પાંચ લાખ અને સોનાની બે લગડી મળી આવી હતી. જેને લઈને એ સી બી એ ગુનો નોધી આરોપીની અપ્રમાણસર મિલકત અંગે પણ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા મહિલા ક્રાઈમ બ્રાન્ચના મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટ શ્વેતા જાડેજા સામે દુષ્કર્મના કેસને હળવો કરવા માટે 35 લાખ રૂપિયાની લાંચ માંગવાની ઘટના બની છે. જેના પગલે મહિલા પીએસઆઈ સામે ફરિયાદ નોંધાતા તેમની પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આવા અનેક લાંચિયા અધિકારીઓ ભૂતકાળમાં એસીબીના હાથે ઝડપાઈ ચૂક્યા છે.
Published by: ankit patel
First published: July 11, 2020, 7:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading