Home /News /madhya-gujarat /

‘૧૪૪ની કલમ લગાડી ગુજરાત સરકાર ખેડૂતો-બેરોજગારોમાં ભયનું વાતાવરણ સર્જે છે’

‘૧૪૪ની કલમ લગાડી ગુજરાત સરકાર ખેડૂતો-બેરોજગારોમાં ભયનું વાતાવરણ સર્જે છે’

પ્રતિકાત્મક તસવીર

ખેડૂતો, બેરોજગાર યુવાનો, પાટીદારો, દલિતો, બક્ષીપંચ, આદિવાસી, સહિતના સામાન્ય નાગરિકો તેમના હક્ક અને અધિકાર માટે મંજુરી માંગે તો ભાજપ સરકાર ૧૪૪ ની કલમ દ્વારા સભા-સરઘસ બંધી ફરમાવે છે

    “રાજ્યમાં રાજકોટ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં સી.આર.પી.સી. ૧૪૪ ના જાહેરનામાનો સૌથી વધુ દુરઉપયોગ થઇ રહ્યો છે. રાજ્યમાં સી.આર.પી.સી. ૧૪૪ ના જાહેરનામાંથી ભય અને ડરનું વાતાવરણ ભાજપ સરકાર ઉભું કરી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં સી.આર.પી.સી. ૧૪૪ હેઠળ ૧૭ પ્રકારના વિવિધ જાહેરનામામાં ૭૭૮ દિવસ સભા સરઘસ બંધથી ઘરઘાટી સુધીના જાહેરનામાં અને રાજકોટ શહેરમાં સી.આર.પી.સી. ૧૪૪ હેઠળ ૮૦ થી વધુ જાહેરનામાં હેઠળ ૪૬૫ દિવસમાંથી ૨૨૦ દિવસનો સમાવેશ થાય છે. અમદાવાદ અને રાજકોટમાં સી.આર.પી.સી. ૧૪૪ જાહેરનામાં જ દર્શાવે છે કે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કેવી છે. ખેડૂતો, બેરોજગાર યુવાનો, પાટીદારો, દલિતો, બક્ષીપંચ, આદિવાસી, સહિતના સામાન્ય નાગરિકો તેમના હક્ક અને અધિકાર માટે મંજુરી માંગે તો ભાજપ સરકાર ૧૪૪ ની કલમ દ્વારા સભા-સરઘસ બંધી ફરમાવે છે.”

    ડો. દોશીએ વધુમાં જણાવ્યું કે, “સલામત અને શાંત રાજ્યની વાહવાહી લુંટતા ભાજપના રાજમાં ગુજરાતમાં બે વર્ષમાં થયેલ ૧૨૭૫૮ આત્મહત્યા, ૨૨૧૧-ખૂન અને ૨૨૧૫ ખૂનની કોશિષના આંકડાઓ મુજબ રોજ ૧૮ નાગરિકો આત્મહત્યા કરે છે, રોજ ૩ કરતાં વધુ ખૂન થાય છે અને ૩ કરતાં વધુ ખૂનની કોશિષ થાય છે. છેલ્લાં બે વર્ષમાં ગુમ થયેલા બાળકોની સંખ્યા ૪૯૮૯ છે, જ્યારે ગુમ થયેલ બાળકોની સંખ્યા ૪૯૫૧ છે. બાળકો ગુમ થવાના આંકડાઓ રાજ્ય સરકારના ગૃહ વિભાગની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા છતી કરે છે."

    તેમણે વધુમાં જણાવ્યું કે, "જે રીતે આંકડા બહાર આવ્યા છે તેમાં ખાસ કરીને દીકરીઓ કેટલી છે તે તપાસનો વિષય છે. માનવ તસ્કરી રોકવા રાજ્ય સરકાર સક્રિયતા દાખવે તે અત્યંત જરૂરી છે. છેલ્લાં બે વર્ષમાં ગુમ થયેલ ૪૮૦૦ બાળકો પૈકી પોલીસ તંત્ર હજુ સુધી ૧૧૫૦ બાળકોની ભાળ મેળવી શક્યું નથી. મહિલાઓ ગુમ થવાના આંકડાઓ રાજ્ય સરકારના ગૃહ વિભાગની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા છતી કરે છે.”

    કોંગ્રેસનાં નેતાએ એવો પણ આક્ષેપ કર્યો કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ કથળી ગયેલ છે. ખૂન, લૂંટ અને ઘાડના બનાવો વધતા ગયા છે. વેપારીની ધોળે દિવસે હત્યા અને લૂંટ થાય છે, બહેન-દિકરીઓના અછોડા તૂટવાની બાબત રોજીંદી બની ગઈ છે. ધાર્મિક સ્થળો પણ સુરક્ષિત નથી. મંદિરમાંથી ભગવાનની મૂર્તિઓ લૂંટાય છે. રાજ્યમાં આર્થિક ગુન્હાખોરી આસમાને, છેલ્લાં ૧૫ વર્ષમાં પોંજી સ્કીમમાં ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના પરિવારોએ ૧ લાખ કરોડ ગુમાવ્યા છે”
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: 144, Police. Law and Order, Unemployment, ખેડૂતો, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन