Home /News /madhya-gujarat /

હવે બેંક કાઉન્ટર પર નહીં બદલી શકાય જુની નોટ, આ રહ્યા પાંચ કારણ

હવે બેંક કાઉન્ટર પર નહીં બદલી શકાય જુની નોટ, આ રહ્યા પાંચ કારણ

નોટબંધી બાદ 500 અને 1000 રૂપિયાની જુની નોટોને બેંકો અને પોસ્ટ ઓફિસમાં બદલાવવાની પ્રક્રિયા પર સરકારે હવે પૂર્ણ વિરામ લગાવી દીધું છે. 10 નવેમ્બરથી શરૂ કરાયેલી આ વ્યવસ્થા 24મીથી બંધ થઇ છે. આવો જાણીએ આ પાછળના મહત્વના કારણો કયા છે.

નોટબંધી બાદ 500 અને 1000 રૂપિયાની જુની નોટોને બેંકો અને પોસ્ટ ઓફિસમાં બદલાવવાની પ્રક્રિયા પર સરકારે હવે પૂર્ણ વિરામ લગાવી દીધું છે. 10 નવેમ્બરથી શરૂ કરાયેલી આ વ્યવસ્થા 24મીથી બંધ થઇ છે. આવો જાણીએ આ પાછળના મહત્વના કારણો કયા છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #નોટબંધી બાદ 500 અને 1000 રૂપિયાની જુની નોટોને બેંકો અને પોસ્ટ ઓફિસમાં બદલાવવાની પ્રક્રિયા પર સરકારે હવે પૂર્ણ વિરામ લગાવી દીધું છે. 10 નવેમ્બરથી શરૂ કરાયેલી આ વ્યવસ્થા 24મીથી બંધ થઇ છે. આવો જાણીએ આ પાછળના મહત્વના કારણો કયા છે.

વાંચો : હવે ક્યાં ચાલશે 500 રૂપિયાની નોટ?

1. બેંકો અને પોસ્ટ ઓફિસના કાઉન્ટર પર જઇને બીજાને બદલે અન્ય નોટ બદલાવવા આવ્યાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. જેનાથી નોટ બદલાવવાની પ્રક્રિયાનો કેટલાક લોકો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને સાચા જરૂરીયાતમંદ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે.

2.બીજાને બદલે અન્યોને લાઇનમાં ઉભા રાખીને નોટ બદલાવવાનો રિપોર્ટ સામે આવ્યા બાદ સરકારે બેંકોને શાહી લગાવવાની જરૂર પડી. આ પહેલા એક જ વ્યક્તિ ઘણા સ્થળોએ આ રીતે નોટ બદલાવતો હતો.

3. બધી રીતે વિચાર કર્યા બાદ સરકારે જુની નોટોને બદલાવવાની આ પ્રક્રિયાને છેવટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે બેંકોમાં આ રીતે જુની નોટો બદલાવી નહીં શકાય પરંતુ ખાતામાં જમા જ કરાવી શકાશે.

4. સરકારે આ નિર્ણય પાછળ એક મોટી સંખ્યામાં બેંક ખાતા ખોલાયાનું પણ છે. બેંકોમાં ખાતા ખોલવા માટે સરકાર સતત પ્રોત્સાહિત કરતી રહી છે. જેનાથી દેશની અર્થવ્યવસ્થામાં લોકો સીધી અને મજબૂત ભાગીદારી વધશે. નોટબંધીને લઇને સરકારે મજબૂત તર્કોમાં આ પણ મહત્વનો છે.

5.સરકારને લાગે છે કે જુની નોટો બદલવાને લઇને બેંકોના કાઉન્ટર પર થનારી લાંબી કતારો હવે ઓછી થશે. જેના કારણે સરકારના નિર્ણયની લોકો પર ખાસ પ્રતિકૂળ અસર નહીં દેખાય.
First published:

Tags: 500 1000 રૂપિયા, નરેન્દ્ર મોદી, નોટબંધી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन