સરકારે જાતિવાદીઓને દલિતો પર અત્યાચાર કરવા ખુલ્લો દોર આપ્યો છે: મેવાણી

News18 Gujarati
Updated: June 14, 2018, 4:23 PM IST
સરકારે જાતિવાદીઓને દલિતો પર અત્યાચાર કરવા ખુલ્લો દોર આપ્યો છે: મેવાણી
જિગ્નેશ મેવાણીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર મોદી જેવા દેખાતા કોઈ વ્યક્તિ સાથે મૂકેલી તસવીર

  • Share this:
ફરી એક વખત ગુજરાતમાં દલિત પર અમાનુષિ અત્યાચારનો કિસ્સા બન્યો છે. અમદાવાદના વિઠલાપુર ગામમાં એક દલિત યુવાનને યુવાનને ઢોર માર મારવામાં આવ્યો અને દલિત યુવાનને ચેતવણી આપવામાં આવી કે, ખબરદાર જો બાપૂ જેવો દેખાવ રાખ્યો છે તો ? આરોપીઓ દલિત યુવાનને માર મારતો વીડિયો પર બનાવ્યો. આ વીડિયોને કારણે ફરી એક વખત દલિતો પર થતા જાતિ આધારિત ભેદભાવ અને સરકારની નિષ્ક્રિયતા સામે સવાલો ઉભા કર્યા છે. ન્યૂઝ18 ગુજરાતીએ આ મુદ્દે દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે વાત કરી.

દલિત અત્યાચારની  ઘટનાઓ વિશેની  મેવાણી સાથે થયેલા વાતના અંશો તેમના જ  શબ્દોમાં.

ઉચ્ચ-નીચના ભેદભાવ, અસ્પૃશ્યતા અને જાતિવાદી માનસ આજે પણ ગુજરાતના ખુણે-ખુણે પ્રવર્તે છે એ હકિકત છે. ઉના, રાજકોટનું શાપર-વેરાવળ અને હવે અમદાવાદનું વિઠ્ઠલાપુર ગામ. આ ત્રણેય ઘટનાઓ એ વાતની ચાડી ખાય છે કે ગુજરાત અને દેશની અંદર જે જાતિવાદી તત્વો છે તેમને એવી ખાતરી છે કે, અમે દલિતોને ગમે તેટલી ગંદી ગાળો બોલીએ, એમને મારીએ, લજ્જીત કરીએ કે એમનો જીવ લઈ લઈએ અને તેનો વીડિયો બનાવી સર્ક્યુલેટ કરીએ છતાં, પોલીસ અને પ્રશાસન અમારો વાળ વાંકો નહીં કરે. આવી ખાતરી હોવાને કારણે આ પ્રકારની ઘટનાઓ ઘટવાને બદલે વધી રહી છે. ભાજપના અનુસૂચિત જાતિનાં મોર્ચાના પ્રમુખો કે ભારતનાં દલિત સમાજના નેતાઓ આ મુદ્દે એક પણ અક્ષર બોલવા તૈયાર નથી.

મને એમ થાય છે કે, ભાજપની સરકાર અને એમના નેતાઓ કેમ આ મુદ્દે કાંઈ બોલતા નથી.? ઉનાની ઘટનાને 2 વર્ષ થવા આવ્યા પણ હજુ પીડિતોને ન્યાય મળ્યો નથી. અમે જો દલિતો માટે આંદોલન કરીએ છીએ તો ભાજપ અમારા પર આક્ષેપ કરે છે કે અમે જાતિવાદનું રાજકારણ કરીએ છીએ. તો હું કહું છું કે હવે ભાજપના નેતાઓ દલિતોના ન્યાય માટે જાય, જીગ્નેશ મેવાણી નહીં જાય. પણ આ સરકાર આવું નથી કરતી. ભારતનાં બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદી કરવાની જે વાત છે તેનું પાલન કરાવવામાં આ રાજ્ય સરકારને રસ જ નથી. દેશમાં સૌનો સાથ- સૌનો વિકાસ ત્યારે જ બનશે જ્યારે દેશમાં અસ્પૃશ્યતાની માનસીકતા ખતમ થાય.

અમારી માંગ છે કે, 24 કલાકમાં આ આરોપીઓની ધરપકડ થવી જોઈએ, નહીં તો અમારે મજબુરીથી રોડ પર આવવું પડશે. દલિતો પર થઈ રહેલા અત્યાચાર મામલે ફરિયાદ થાય તે પહેલા એસપી અને રેંજ આઈજીએ સામે ચાલી એક્શન લેવા જોઈએ. વારંવાર આવી ઘટના એટલા માટે થાય છે કારણ કે પોલીસ અને પ્રશાસન દ્વારા પ્રજા સમક્ષ હજુ સુધી એવો કડક મેસેજ નથી ગયો કે, કારણ વગર દલિત લોકોને રંજાડસો તો મરી જશો. થાનગઢમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા ત્રણ દલિત યુવાનો વિશેનો તપાસ રીપોર્ટ દબાવી રાખવામાં આવ્યો છે. દલિતનું મૃત્યુ કે ખૂન થાય ત્યારે આઠ લાખ રૂપિયા આપવાની વાત થાય છે, પણ આઠ મહિનામાં ન્યાય આપવામાં આવશે તેમ નથી કહેવામાં આવતું. ઉનાના પીડિતોને ન્યાય મળ્યો હોત તો આવી ઘટનાઓ ના બની હોત. થાનગઢ હત્યાકાંડના આરોપીઓને સજા મળી હોત, તો જાતિવાદી તત્વો સીધા થઈ ગયા હોત.
First published: June 14, 2018, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading