ગોધરાકાંડમાં મૃતકોના વારસદારોને સરકાર પાંચ લાખ ચૂકવશે

News18 Gujarati
Updated: February 15, 2019, 7:41 AM IST
ગોધરાકાંડમાં મૃતકોના વારસદારોને સરકાર પાંચ લાખ ચૂકવશે
ગોધરા બનાવમાં મૃતકોના વારસદારોને રૂપિયા પાંચ લાખની સહાય રાજ્ય સરકાર ચુકવશે, મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂપિયા ૨૬૦ લાખ ચુકવાશે.

ગોધરા બનાવમાં મૃતકોના વારસદારોને રૂપિયા પાંચ લાખની સહાય રાજ્ય સરકાર ચુકવશે, મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂપિયા ૨૬૦ લાખ ચુકવાશે.

  • Share this:
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને આગ લગાડવાના બનેલા બનાવમાં વારસદારોને સહાય રૂપ થવા સંવેદનશીલ સરકારે સંવેદનશીલ નિર્ણય લઇ વારસદારોને રૂપિયા પાંચ લાખની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ માટે રૂપિયા 260 લાખની સહાય મુખ્યમંત્રી રાહતફંડમાંથી ચૂકવવામાં આવશે.

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, ગુજરાત વડી અદાલતના ક્રિમીનલ અપીલ નં. ૫૫૬/૨૦૧૧માં તા.૦૯/૧૦/૨૦૧૭ના ચુકાદાથી તા.૨૭/૦૨/૨૦૦૨ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને આગ લગાડવાના બનેલ બનાવમાં મૃત્યુ પામેલાના વારસદારોને તથા ઈજાગ્રસ્ત થયેલા તમામને સહાય ચુકવવા આદેશ કર્યો છે. જે ચુકાદા અનુસાર, ગોધરાના બનાવમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના વારસદારોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫ લાખ તથા રેલ્વે મંત્રાલય દ્વારા રૂ. ૫ લાખ ચુકવવાના થાય છે. જે અનુસાર રાજ્ય સરકારે તમામ મૃતકોના વારસદારોને રૂ. પાંચ લાખ સહાય ચુકવવાનો નિર્ણય કર્યો છે.

તેમણે ઉમેર્યુ કે, ગોધરાના આ દુ:ખદ બનાવમાં કુલ ૫૯ વ્યકિતઓ મૃત્યુ પામ્યા હતા. તે પૈકી કુલ ૫૨(બાવન) વ્યક્તિઓની ઓળખ થઇ છે અને ૭ વ્યક્તિઓની ઓળખ થઇ નથી. મૃત્યુ પામેલા કુલ 52ના વારસદારોને રૂ. ૫ લાખ લેખે કુલ રૂા. ૨૬૦ લાખની સહાય ચુકવવા માટે મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીના હવાલે નાણાં મુકવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અસરગ્રસ્ત લાભાર્થીઓને સહાય પહોંચાડી શકાય તે માટે સભ્ય સચિવ, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટી, પ્રથમ માળ, એડવૉકેટ ફેસેલિટી બિલ્ડીંગ, “એ” વીંગ ગુજરાત હાઇકોર્ટ કોમ્પલેક્ષ, સોલા, અમદાવાદ – ૩૮૦૦૬૦ (ટેલિફોન નં. ૦૭૯-૨૭૬૬૫૪૦૦)નો સંપર્ક સાધવાનો રહેશે. સાથે સાથે ગોધરા ખાતે તા.૨૭/૨/૨૦૦૨ના રોજ સાબરમતી ટ્રેનમાં આગ લગાડવાના મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ, મૃત્યુ પામનાર વ્યક્તિના વારસદારનું નામ અને હાલનું સરનામું (પીન કોડ સાથે), વારસદારનો મોબાઈલ નંબર, મૃત્યુ પામનાર વ્યક્તિનું મરણ પ્રમાણપત્ર, વારસદાર અંગેના સરકારી આધાર પુરાવા, વારસદારનું ફોટા સાથેનું ઓળખપત્ર સહિતની વિગતો પણ રજુ કરવા રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે.
First published: February 14, 2019, 7:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading