સરકાર પાણી માટે લાવશે નવો પ્રોજેક્ટ, આદિવાસી બેલ્ટને મળશે નવો જળ સ્ત્રોત

News18 Gujarati
Updated: April 21, 2018, 9:54 PM IST
સરકાર પાણી માટે લાવશે નવો પ્રોજેક્ટ, આદિવાસી બેલ્ટને મળશે નવો જળ સ્ત્રોત
મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે ગુજરાત - મહારાષ્ટ્રના મુખ્યસચિવોની દિલ્હીમાં બેઠક યોજાઇ હતી.

મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે ગુજરાત - મહારાષ્ટ્રના મુખ્યસચિવોની દિલ્હીમાં બેઠક યોજાઇ હતી.

  • Share this:
ગુજરાતમાં ઉનાળો આવે ત્યારે પાણીનો કકળાટ ચાલુ થઇ જાય છે. ગુજરાતના ગામડાઓ તો થીક શહેરોમાં રહેતા લોકોને પણ પાણી માટી વલખા મારવા પડે છે. ગામડાઓમાં વસતા લોકોને પીવાના પાણી માટે કિલોમિટરો દૂર ચાલીને જવું પડે છે. પીવાના પાણીના એક બેડાં માટે લોકોને કિલોમિટરો સુધી ચાલવું પડે છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર પાણી માટે નવો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ લાવશે એવા સમાચાર મળી રહ્યા છે. મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે ગુજરાત - મહારાષ્ટ્રના મુખ્યસચિવોની દિલ્હીમાં બેઠક યોજાઇ હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોના મુખ્યમંત્રીઓની ફાઇનલ બેઠક યોજાશે.

મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારની સહાયથી મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે ઇન્ટર સ્ટેટ પ્રોજેક્ટ લાવશે. કેન્દ્ર સરકારની મદદથી 10,000 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ હશે. આ પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રથી આવતી નદીઓ પર ડેમ બાંધવામાં આવશે. આ ડેમથી ગુજરાતના આદિવાસી બેલ્ટને નવો જળ સ્ત્રોત મળશે. દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારને પાણી મળશે. પંચમહાલના ગોધરા સુધીના આદિવાસી વિસ્તારોને લાભ મળશે.

પ્રોજેક્ટ અંતર્ગત ડેમના કારણે 80થી 90 હજાર હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળશે. ડેમના કારણે મુંબઇને પણ પાણી મળશે. દમણગંગા નદી ઉપર ચાર ડેમ બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પાણી મળશે.
First published: April 21, 2018
વધુ વાંચો
अगली ख़बर