ખેડૂતો 75 પૈસા કિલો લસણ વેચવા મજબૂર, સરકાર કહે છે કંઇક વિચારીશું!

News18 Gujarati
Updated: September 26, 2018, 2:08 PM IST
ખેડૂતો 75 પૈસા કિલો લસણ વેચવા મજબૂર, સરકાર કહે છે કંઇક વિચારીશું!
રાજ્યમાં હાલ લસણ પકવતા ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યાં છે.

રાજ્યમાં હાલ લસણ પકવતા ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યાં છે.

  • Share this:
રાજ્યમાં હાલ લસણ પકવતા ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યાં છે તેમને એક કિલો લસણના 75 પૈસા મળી રહ્યાં છે. ત્યારે સરકારના મંત્રી પણ કહે છે કે તેઓ હજી ખેડૂતોને મદદ કરવાની વિચારી રહ્યાં છે. લસણના ખેડૂતોને મળી રહેલા ભાવ અંગે કૃષીમંત્રી આર.સી.ફળદુએ કહ્યું કે મુખ્યમંત્રીને રજૂવાત કરી છે અને સરકાર આ અંગે વિચારી રહી છે.

સરકાર વિચારી રહી છે

કૃષીમંત્રી આર.સી ફળદુએ લસણના ભાવ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, 'લસણ ડુંગળી શાકભાજીમાં આવે છે અને ભારત સરકારના કૃષિ ભાવ પંચની જે યાદી છે તેમાં આ શાકભાજીના ભાવનો સમાવેશ નથી. આ અંગે રાજ્યની નીતિમાં સહાય આપવામાં આવે છે. જેમાં ડુંગળી અને બટાકાના ખેડૂતોને ખુલ્લા બજારમાં જો ભાવ ન મળે તો તેમને રાજ્ય સરકાર ભાવમાં સહાય કરે છે. આવનારા દિવસોમાં પણ ખેડૂતોની માંગના આધારે રાજ્ય સરકાર નિર્ણય લેશે. લસણ માટે પણ માનનીય મુખ્યમંત્રી શ્રીવિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલને વાત કરવામાં આવી છે અને આ તમામ વિષયો પર સરકાર સહાનુભૂતિપુર્વક વિચારી રહી છે.'

આ પણ વાંચો: જગતના તાતનો આવ્યો રડવાનો વારો, 1 કિલો લસણના મળે છે 75 પૈસા

લસણનો ભાવ સાવ તળિયે

છેલ્લા ત્રણેક વર્ષથી લસણનો ભાવ સાવ તળિયે બેસી ગયો છે. લસણની માગ તો વધી રહી છે તો વિચારવું એ જ રહ્યું કે લસણનો ભાવ વધવાને બદલે સાવ તળિયે કેમ બેસી ગયો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, જામનગર, અમરેલી જિલ્લા સહિત અનેક સ્થળે લસણની ખેતી થાય છે. વર્ષ 2015-16માં દેશી લસણના ભાવ મણના રૂા.1400 હતા, તેની સામે આજે રાજકોટ યાર્ડમાં રૂા.60 થી 275ના ભાવે સોદા થઇ રહ્યાં છે.ખેડૂતોને આ લસણના નીચા ભાવથી ઘણી ચિંતા થઇ રહી છે.
First published: September 26, 2018, 2:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading