અલ્પેશ કથીરિયાના જામીન રદ્દ કરવાની સરકાર દ્વારા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી

News18 Gujarati
Updated: September 18, 2019, 11:47 PM IST
અલ્પેશ કથીરિયાના જામીન રદ્દ કરવાની સરકાર દ્વારા કરેલી અરજી કોર્ટે  નામંજૂર કરી

  • Share this:
સંજય જોશી, અમદાવાદ : રાજદ્રોહ કેસમાં રાજ્ય સરકારની અલ્પેશ કથીરીયાના જામીન રદ્દ કરવાની અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. સાથે સાથે કોર્ટે દર મહિને ૧૫મી અને ૨૯મી તારીખે મેટ્રો કોર્ટમાં અલ્પેશ કથીરિયાને હાજર રહેવા ફરમાન કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યત્વે સરકારે એક વાર ફરી અલપેશ કથરીયાને જેલ હવાલે કરવા કોર્ટમાં અરજી કરી કહ્યુ હતું કે, અલ્પેશના જામીન રદ્દ કરવામા આવે. રાજદ્રોહ કેસમાં સંડોવાયેલા આરોપીઓ હાર્દીક પટેલ, દિનેશ બામણીયા, અને અલપેશ કથીરીયાની જુદી જુદી અરજીઓ પર શેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. પાટીદાર આંદોલન વખતના રાજદ્રોહ કેસમાં સંડોવાયેલા આરોપીઓ હાર્દીક પટેલ, દિનેશ બામણીયા, અને અલપેશ કથીરીયાની જુદી જુદી અરજીઓ પર શેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે સુનાવણી દરમ્યાન નારાજગી પણ વ્યકત કરી હતી. આ કેસમાં રાજદ્રોહના કેસમાં ઘણા ટાઈમ પહેલા ચાર્જફ્રેમ કરી દેવાયા છે. જેમાં દિનેશ બામણીયાએ ચાર્જ ફ્રેમ પછી પણ એક અરજી આપી છે અને કોર્ટમા જણાવ્યુ કે, અમારા વકીલ બાબુભાઈ માંગુકીયા નીચેની કોર્ટમાં આવવાની ના પાડે છે. તેથી અન્ય વકીલ રોકવા માટે સમયની માંગણી કરી હતી જેની સામે કોર્ટે નારાજગી વ્યકત કરી હતી. કોર્ટે કહ્યુ કે તમને હવે અંતીમ મુદ્દત આપવામા આવે છે વકીલ રોકીને આવજો અને અરજી સાંભળી લેવામા આવશે.તો અન્ય એક અરજીમાં અલ્પેશ કથીરીયાના જામીન નામંજુર કરવા માટે સરકાર દ્વારા અરજી કરવામાં આવી હતી.

જેમાં સરકારે અલપેશ કથીરીયાની જામીન અરજી રદ્દ કરવા પાછળનું કારણો રજુ કર્યા હતા, જેમાં કે તેને જામીન પર છુટ્યા પછી શરતોનો ભંગ કર્યો હતો. સુરત ખાતે જુદા જુદા ગુનાઓ કર્યા હતા તેમજ અન્ય કારણો પણ કોર્ટમાં દર્શાવવવામા આવ્યા હતા.તો હાર્દીકે હમેશની માફક અરજી આપી હતી કે તે સામાજીક કામમાં નાગપુર ગયા છે એટલે આવી શકે તેમ નથી. જેની સામે સરકાર પક્સે તેની સામે કોર્ટમાં વાંધો લિધો હતો.

મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતું કે, અલ્પેશ કથીરીયાના જામીન નામંજુર કરવા માટે સરકાર દ્વારા અરજી કરવામા આવી હતી. જેમાં સરકારે અલપેશ કથીરીયાની જામીન અરજી રદ્દ કરવા પાછળનું કારણો રજુ કર્યા હતા જેમાં કે તેને જામીન પર છુટ્યા પછી શરતોનો ભંગ કર્યો હતો. સુરત ખાતે જુદા જુદા ગુનાઓ કર્યા હતા તેમજ અન્ય કારણો પણ કોર્ટમાં દર્શાવવવામા આવ્યા હતા.
First published: September 18, 2019, 11:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading