અમદાવાદઃ અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચે (Ahmedabad crime branch) સરકારી ભરતીઓમાં (Government recruitment) ભરતી કરાવવાના નામે કરોડો રૂપિયા પડાવનાર 3 આરોપીઓની ધરપકડ (Accused arrested) કરી હતી. આ આરોપીઓ વિવિધ ઉમેદવારો પાસેથી 1.5 લાખથી લઈને 10 લાખ રૂપિયા નોકરી અપાવવાના નામે 3.25 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તપાસમાં વધુ એક આરોપીની અમદાવાદમાંથી (Ahmedabad) ધરપકડ કરી લેવામાં આવી છે અને આરોપીના ઓફીસથી અન્ય વસ્તુઓ પણ કબ્જે કરી લેવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે હરીશની પૂછપરછમાં સામે આવ્યું છે જે આરોપી હરીશ આ તમામ કાર્ડ અને લેટર અમદાવાદના કાલુપુરના મુસ્તફા સખાવા પાસે થી બનાવેલ અને જેમાં તપાસમાં સામે આવ્યું કે આરોપીના કોમ્પ્યુટરમાંથી લોકરક્ષક ભરતીના 9 ઉમેદવારના શારીરિક ટેસ્ટ માટેના એડમિટ કાર્ડ, amcના 2 કોરા અરજી ફોર્મ, psiનું આઈ કાર્ડ સહિત અનેક વસ્તુઓ મળી આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા 10 વર્ષથી હરીશના કહેવાથી અલગ અલગ દસ્તાવેજો બનાવી આપતો હતો.
શુ હતો સમગ્ર મામલે
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચએ હરીશ પ્રજાપતિ એક્સ આર્મી મેન છે. જેણે દહેગામમાં સરકારી નોકરીમાં ભરતી કરાવવા માટેની એકેડમી ખોલી હતી. આ એકેડમીમાં ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમની પાસેથી PSI, કોન્સ્ટેબલ, હેડક્લાર્ક, LRD પુરુષ, LRD સ્ત્રી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કની જગ્યા પર નોકરી અપાવવા માટે લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા.
હરીશ ની સાથે કામ કરનાર પૂજા ઠાકોર તેમજ અજમેર ના રવિ સિંગની અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી હતી. સૌ પ્રથમ બાતમી આધારે રવિ પ્રતાપસિંઘ ની ધરપકડ કરાઈ હતી. બાદમાં હરીશ અને પૂજા મળી આવ્યા હતા..આરોપી હરીશ પ્રજાપતિએ ઉમેદવારોને ગુમરાહ કરવા માટે દહેગામમાં કરાઈ પોલીસ એકેડમી જેવી જ આબેહૂબ એકેડમી તૈયાર કરી હતી. જેમાં ઉમેદવારોને શારીરિક ટ્રેનિગ પણ આપવામાં આવતી હતી.
આરોપી હરીશના સાગરીતો ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં કાર્યરત હતા. જ્યાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવકોનો સંપર્ક કરીને તેમને દહેગામ સ્થિત હરીશની એકેડમીમાં મોકલતા હતા. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને એકેડમીમાં તપાસ કરતા 81 ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. જેમાંથી 60 ઉમેદવાર રાજસ્થાન અને 4 ઉમેદવાર ઉત્તરપ્રદેશ ના છે, આ ઉમેદવારો ગુજરાતમાં ન રહેતા હોવા છતાં તેમના સરકારી ભરતી માટેના ફોર્મ ગુજરાતના એડ્રેસથી ખોટા ભરવામાં આવ્યા હતા.
સાથે જ તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને હરીશ પાસેથી PSIની વર્ધિ તેમજ PSIનું ડુપ્લીકેટ આઈકાર્ડ પણ મળી આવ્યું હતું જેનો ઉપયોગ આરોપી દ્વારા ઉમેદવારો સામે રૌફ જમાવવા કરાતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હરીશ અગાઉ આર્મીમેન બની પૈસા પડવાવાના ગુનામાં મહેસાણા માં ઝડપાયો હતો..આરોપીની એકેડમી પર તપાસ દરમિયાન PSIની શારીરિક કસોટીમાં નાપાસ થયેલા ઉમેદવારને PAAS લખેલા એડમિટ કાર્ડ પણ આરોપીઓ દ્વારા આપવામાં આવ્યા હોવાનું ક્રાઇમબ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર