સરકારે ખેડૂતોને ફરી મૂર્ખ બનાવ્યા, માત્ર અકસ્માતમાં સહાય વધારાની કરી જાહેરાત

News18 Gujarati
Updated: September 20, 2018, 4:35 PM IST
સરકારે ખેડૂતોને ફરી મૂર્ખ બનાવ્યા, માત્ર અકસ્માતમાં સહાય વધારાની કરી જાહેરાત
ગુજરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનો પ્રારંભ કરાવવાના છે. 23મીએ પીએમ મોદી ઝારખંડથી સમગ્ર દેશમાં આ યોજનાનો પ્રારંભ કરાવશે.

  • Share this:
રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવાના નામે એકવાર ફરી ખેડૂતોના સપના પર પાણી ફેરવી મૂર્ખ બનાવ્યા છે. રાજ્ય સરકાર તરફથી નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે ખેડૂતો માટેના આકસ્મિક વીમા સહાયમાં વધારાની જાહેરાત કરી, પરંતુ ખેડૂતો દેવામાફીની સરકાર પાસે જે આશા રાખીને બેઠા હતા, તેની કોઈ જાહેરાત ન કરવામાં આવતા ખેડૂતોને ફરી નિરાશા હાથ લાગી છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોની સરકાર છે, જેથી આજે અમે તેમના માટે મહત્વની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ, ત્યારબાદ નીતિનભાઈ પટેલે જાહેરાતનો પીટારો ખોલીને કહ્યું કે, સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લઈ તેમને મળતા આકસ્મિક વીમાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.

તેમણે આ મુદ્દે વિગતે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્ય સરકારને ધારાસભ્યો દ્વારા ખેડૂતો માટે રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લઈ તેમને મળતા આકસ્મિક વીમાની રકમમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂતો માટેના વીમા કવચમાં વધારો કરવામાં આવ્યો છે. હવેથી ખેડૂતને ગંભીર ઈજામાં 50 હજારને બદલે 1 લાખની સહાય મળશે. જ્યારે અકસ્માતમાં મૃત્યુ સહાય હવે 2 લખ રૂપિયાની કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ વીમા કવચમાં ખેડૂતના પરિવારના સભ્યનું અવસાન થાય તો પણ રૂપિયા આપવામાં આવશે.

નીતિનભાઈ પટેલે કહ્યું કે, અત્યાર સુધીમાં સરકાર ખેડૂતોના આકસ્મિક વીમાનું પ્રિમીયમ 30થી 35 કરોડ ભરતી હતી, હવે રૂ. 70થી 80 કરોડનું પ્રિમીયમ સરકાર ભરશે. આ વીમા કવચ માટે ખેડૂતે કોઈ પણ પ્રકારનું પ્રિમીયમ ભરવાનું નથી. વીમા રકમની સહાય લેવા માટે મૃત્યુ પામેલા વ્યક્તિનું પોસ્ટમાર્ટમ થયેલું અને 7-12નો ઉતારો જરૂરી છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં 73 લાખ લાભાર્થીને આનો લાભ મળતો હતો, હવે 2.49 કરોડ ખેડૂત પરિવારને આનો લાભ મળશે.

આ સિવાય નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે આયુષ્યમાન યોજના વિશેની પણ માહિતી આપી. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનો પ્રારંભ કરાવવાના છે. 23મીએ પીએમ મોદી ઝારખંડથી સમગ્ર દેશમાં આ યોજનાનો પ્રારંભ કરાવશે. તેમણે કહ્યું કે, આ યોજના અંતર્ગત ગુજરાતના 44 લાખ 85 પરિવારને આયુષ્યમાન યોજનાનો લાભ મળશે. એક પરિવાર દીઠ વાર્ષીક પાંચ લાખનો આરોગ્ય ખર્ચ આપવામાં આવશે. જેનો 60 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર અને 40 ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ગુજરાતની 900 જેટલી હોસ્પિટલમાં આ યોજના અંતર્ગત સારવાર કરવામાં આવશે. 50 હજારથી ઓછા ખર્ચે થતી સારવાર માટે 103 કરોડનું પ્રિમિયમ હેલ્થ વીમા કંપનીને ચુકવશે. 50 હજારથી વધુનું બીલ એ રાજ્ય સરકારને મોકલી ચુકતે કરવામાં આવશે.

આ સિવાય તેમણે કહ્યું કે, જે હોસ્પિટલોને આ યોજના અંતર્ગત સમાવેશ થયો છે તે હોસ્પિટલોએ મોટા બોર્ડ લગાવી આ આ યોજનાની માહિતી આપી લખવું પડશે કે, આયુષ્યમાન યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સારવાર અહીંયા કરવામાં આવે છે.
Published by: kiran mehta
First published: September 20, 2018, 4:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading