ગાંધીનગરના કેટલાય વિસ્તાર અંધકારમય, તંત્ર સામે ખુદ સરકારી અધિકારી મેદાને પડયા

News18 Gujarati
Updated: November 2, 2019, 6:21 PM IST
ગાંધીનગરના કેટલાય વિસ્તાર અંધકારમય, તંત્ર સામે ખુદ સરકારી અધિકારી મેદાને પડયા
સરકારી અધિકારી રજનીકાંત સથવારા

સોશિયલ મીડિયા ફેસબુક પર એક પોસ્ટ થકી તેમની હૈયા વરાળ ઠાલવી

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગર : સમગ્ર રાજ્યનો વહીવટ જયાંથી ચાલેછે તે પાટનગરમાં જ તંત્ર કેટલું કથળેલુ છે તેના ઉદાહરણ રુપ કિસ્સો ગાંધીનગરમાં જોવા મળ્યો છે. અહીંયા એક સરકારી અધિકારી રજનીકાંત સથવારા સરકારના અણઘડ વહીવટ સામે મેદાને પડયા છે. ગાંધીનગર સેક્ટર 4 માં રહેતા અને હાલ અર્બન ડેવલપમેન્ટ વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા સરકારી અધિકારી રજનીકાંત સથવારાએ એક સામાન્ય નાગરિકની જેમ લાઇટના બંધ થાંભલાઓના મુદ્દે લાગતા વળગતા તમામ તંત્રને આની રજૂઆત કરી છે. પરંતુ પરિણામ શુન્ય રહેતા તેમણે સોશિયલ મીડિયા ફેસબુક પર એક પોસ્ટ થકી તેમની હૈયા વરાળ ઠાલવી છે. ગાંધીનગરના સેક્ટર -4 માં લાઇટના થાંભલાઓ છેલ્લા ત્રણ મહિનાથી બંધ છે અને અંધકારને કારણે આ અધિકારી સહિત કેટલાય સ્થાનિક રહીશો હેરાન થઇ રહ્યા છે.

સરકારી અધિકારી રજનીકાંત સથવારાના મતે તેઓ પોતે એક સરકારી અધિકારીની રુએ-સત્તાની રુએ તેમના ઘરની આસપાસના થાંભલાઓની લાઇટો ચાલુ કરાવી શકયા હોત પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર એક સમસ્યાને એટલે લઇને આવ્યા છે કે એક સામાન્ય નાગરીક તરીકે તમારા કામ ના થાય અને એક અધિકારીના રુઆબ થી જ વહીવટી તંત્ર સીધુ ચાલે આ કેવું કહેવાય.

સરકારી અધિકારી રજનીકાંત સથવારાએ સોશિયલ મીડિયા ફેસબુક પર એક પોસ્ટ થકી તેમની હૈયા વરાળ ઠાલવી


આ પણ વાંચો - 'મહા' વાવાઝોડા સામે તંત્ર થઇ રહ્યું છે સજ્જ, NDRFની ટીમો એલર્ટ પર

અગાઉ હોમ ડિપાર્ટમેન્ટ અને રોડ અને બિલ્ડિંગ વિભાગમાં પણ કામ કરી ચુકેલા રજનીકાંત સથવારા એક અનુભવી અધિકારી છે. તે હાલ રાજ્યના શહેરી વિકાસ વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ન્યુઝ 18 સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શહેરી વિકાસ વિભાગના અધિકારી હોવા છતાં રોજીંદી સામાન્ય સમસ્યા માટે જો તેમણે પરેશાની વેઠવી પડતી હોય તો સામાન્ય નાગરિકોનુ તો શું થતું હશે તે ચિંતા તેમને સતાવી રહી છે. તંત્રથી થાકીને અધિકારીએ પોતાનો રોષ ફેસબુક પોસ્ટ થકી પ્રજા સમક્ષ ઠાલવ્યો હતો. જોકે એક સરકારી કર્મચારી સરકારના જ વહીવટીતંત્ર સામે આંગળી કેવી રીતે ચીંધી શકે તેવી ટીકાઓ થતા તેમણે થોડાજ સમયમાં તેમની એફબી પોસ્ટ ડીલીટ કરી દેવી પડી હતી.
First published: November 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading