Home /News /madhya-gujarat /

RTIમાં માહિતી ન આપવા અધિકારીઓ ‘દેશપાંડે’ જજમેન્ટનું કરે છે ખોટુ અર્થઘટન

RTIમાં માહિતી ન આપવા અધિકારીઓ ‘દેશપાંડે’ જજમેન્ટનું કરે છે ખોટુ અર્થઘટન

પ્રતિકાત્મક તસવીર

દેશપાંડે જજમેંટ નો આવા આડેધાડ ઉપયોગથી સરકારી તંત્ર પાસેથી માહિતી મેળવવું સામાન્ય નાગરિકો માટે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ થઈ ગયું છે.

  પંક્તિ જોગ દ્વારા

  માહિતી અધિકાર કાયદો સામાન્ય નાગરિકો માટે તંત્રને પારદર્શી અને જવાબદેહી બનાવવા અસરકારક માધ્યમ અને ઓજાર પુરવાર થયું છે. ગ્રામ્ય તેમજ શહેરી કક્ષાએ સેંકડો નાગરિકો માહિતી અધિકારનાં કાયદા (2005) થકી સરકારને નાણાનો હિસાબ, યોજનાઓના હક્કદારોની યાદી, નિમણૂક, પરીક્ષાનાં પરિણામો વગેરે અનેકવિધ સવાલો કરે છે. જ્યારે એક બાજુ આ કાયદા વિશે લોકોમાં જાગૃતતા વધતી જાય છે, ત્યારે બીજી બાજુ નાગરિકોએ માગેલ માહિતી પૂરી પાડવા તંત્ર નિષ્ફળ સાબિત થયું છે.

  માહિતી અધિકાર ગુજરાત પહેલ દ્વારા ચલાવવામાં આવતી માહિતી અધિકાર કાયદાની હેલ્પલાઇન – 9924085000 પર દરરોજના 40 ઉપરાંત ફોન આવે છે. તેમાં નાગરિકોની સતત ફરિયાદો હોય છે, કે જાહેર માહિતી અધિકારી અનેક વિવિધ કારણો આગળ ધરીને અથવા બહાના હેઠળ માહિતી પૂરી પાડતા નથી. ખાસ કરીને, જાહેર માહિતી અધિકારીઓ માહિતી ન આપવા માટે સુપ્રિમ કોર્ટનાં દેશપાંડે જજમેન્ટને આગળ ધરે છો.

  આ દેશપાંડે જજમેન્ટ શું છે ?

  વર્ષ 2012 માં ગિરીશ રામચંદ્ર દેશપાંડે નામના વ્યક્તિએ સરકારી અધિકારી, અને કર્મચારીનું પીએફ, એમને કરેલ રોકાણ, મળેલા ગિફ્ટ, તેમના ઇન્કમ ટેક્સ રિટર્ન તેમણે મળેલા મેમો, શો કોઝ નોટિસ, ચાર્જશીટ, અને લીધે પગલાં અંગે માહિતી માંગી હતી. માહિતી અધિકારી તે માહિતી પૂરી ન પાડતાં, પ્રથમ અપીલ બાદ અરજદારે CIC (કેન્દ્રિય માહિતી પંચ) માં બીજી અરજી કરી હતી. કેન્દ્રિય માહિતી કમિશ્નરે પણ જાહેર માહિતી અધિકારીના નિર્ણયના તરફેણમાં હુકમ કર્યો કે આ માહિતી કર્મચારીની અંગત બાબત હોવાથી વિશાળ જાહેર હીતનું સમર્થન ન થાય તો જાહેર કરી શકાય તેમ નથી.

  CIC ના હુકમની સામે અરજદારે દીલ્લી હાઇકોર્ટમાં પિટિશન કરી. દિલ્લી હાઇકોર્ટે પણ આ બાબતે ચુકાદો આપ્યો કે કર્મચારી ને આપેલ મેમો, અથવા તેમની સામે લીધેલ પગલાની વિગતો વિભાગ અને કર્મચારી વચ્ચેનો મામલો છે, અને નાગરિકોને મળવાપાત્ર નથી. તેની સામે અરજદારે સર્વોચ્ચ અદાલતમાં પિટિશન કરી હતી. તે પિટિશન સ્વીકારાઇ નહીં અને દિલ્હી હાઇકોર્ટનો હુકમ કાયમ કરવામાં આવ્યો. ગુજરાતમાં આ ચુકાદાનો દુરઉપયોગ કરવાનું પ્રમાણ વલણ વધી રહ્યું છે.

  કર્મચારીની કોઈ પણ માહિતી આપવાની થતી નથી, તેવું તદ્દન ખોટું અર્થઘટન કરી કાયદાનું છડેચોક ઉલ્લઘન કરી માહિતી નકIરવામાં આવે છે.

  હેલ્પલાઇન પર આવેલા એક કેસમાં એક મહિલા કર્મચારી કોલેજમાં નોકરી કરતાં. તેમના પતિનો હોદ્દો,જવાબદારીઓ અને વેતનની વિગતો જાણવા માંગતા હતા. કારણ તેમણે આ માહિતી કોર્ટ કેસમાં તેમણે તે પુરાવા તરીકે જરૂરી હતી. પણ જાહેર માહિતી અધિકારી દ્વારા દેશપાંડે જજમેન્ટ આગળ ધરી માહિતી નકરવામાં આવી.

  બીજા એક કિસ્સામાં એક નાગરિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગયા ત્યારે ડોક્ટર હાજર ન હતા, તેથી તેમને ખાનગી દવાખાનામાં જવું પડ્યું. જ્યારે ડોક્ટરનું હાજરી પત્રકનું ઈન્સ્પેકશન માંગ્યું ત્યારે “દેશપાંડે” જજમેંટના બહાના હેઠળ “કર્મચારી ની અંગત માહિત છે” તેવું કારણ દર્શાવી માહિતી નકારી. વધુમાં તમામ કર્મચારીઓ પાસેથી લખાવી લીધું કે “અમારું હાજરી પત્રક આપશો તો નામદાર સર્વોચ્ચ અદલતોનો અનાદર થશે અને તે માટે તમે જવાબદ્દાર બનશો.”

  દેશપાંડે જજમેંટ નો આવા આડેધાડ ઉપયોગથી સરકારી તંત્ર પાસેથી માહિતી મેળવવું સામાન્ય નાગરિકો માટે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ થઈ ગયું છે. સમાન્યત: લોકોને અનુભવ છે, કે કર્મચારીઓ વેળાસર ઓફિસ આવતા નથી, પોતાના અંગત કામો કરવા વચ્ચે નીકળી જાય છે. “મુવિંગ રજીસ્ટર” માં નોંધ કરતાં નથી. નાગરિક અધિકાર પત્રનું પાલન થતું નથી અને કામ કરતાં નથી લોકોના કામો મહિનાઓ સુધી પડતર રહે છે. ત્યારે નાગરિકો માહિતી અધિકાર કાયદામાં જરૂરી રેકર્ડ માટે અરજી કરે છે, કેજેથી કરીને તેઓ પુરાવા ભેગા કારી શકે કે કર્મચારીએ તેમના કામમાં બેદરકારી દાખવી છે.

  જાહેર માહિતી અધિકારી લોકોથી આ માહિતી છુપાવવાના હેતુથી “દેશપાંડે જજમેંટ” સમેધારી પોતાનો બચાવ કરે છે. ગવર્નન્સ માટે આ ખતરાની નિશાની છે.  (પંક્તિ જોગ આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ છે. લેખમાં દર્શાવેલા વિચારો તેમના અંગત છે)
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Central Information Commission, Sc, આરટીઆઇ, ગુજરાત, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन