4200 ગ્રેડ પે : શિક્ષકોએ 'બ્લેક ફ્રાઇડે' જાહેર કરતા જ સરકાર ઝૂકી, ગ્રેડ પે ઘટાડવાનો પરિપત્ર મોકૂફ

4200 ગ્રેડ પે : શિક્ષકોએ 'બ્લેક ફ્રાઇડે' જાહેર કરતા જ સરકાર ઝૂકી, ગ્રેડ પે ઘટાડવાનો પરિપત્ર મોકૂફ
શિક્ષકોની એકતાએ તેમને પોતાનો 'હક્ક' અપાવ્યો

શિક્ષકોની ડિજિટલ ક્રાંતિએ રંગ રાખ્યો, સરકાર પરિપત્ર રદ કરતા શિક્ષકોને ઘીના ઠામમાં ઘી મળ્યુ

 • Share this:
  રાજ્યમાં સરકારી શિક્ષકો દ્વારા ચાલી રહેલા #4200 ગ્રેડ પે આંદોલન આજે રાજ્યના શિક્ષકો દ્વારા black friday ડે તરીકે વિરોધ કરવામાં આવી રહ્યો છે શિક્ષકો કાળા કપડાં પહેરી આ વિરોધ કરી રહ્યા છે છે વિરોધ કરી રહ્યા છે છે આ પહેલા શિક્ષકો દ્વારા ઓનલાઈન કેમ્પઈન કરી રાજ્ય સરકારની વર્ષે 2010 પછી ભરતી થયેલા શિક્ષકો માટે ગ્રેડ પે આપવાની નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. બાદ પ્રતીક ઉપવાસ અને હવે કાળા કપડાં પહેરી વિરોધ કરી રહ્યા હતા. દરમિયાન શિક્ષકોના આંદોલનથી ડગેલી સરકારે આજે આ પરિપત્ર રદ કર્યો છે. શિક્ષકોનો સમૂહ ગાંધીનગરમાં ટૂંક સમયમાં મુખ્યમંત્રીને મુલાકાત કરશે

  આ મામલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે આ મામલે રાજ્યના પ્રાથમિક શિક્ષકોના શૈક્ષણિક સંઘ અને અન્ય બંને સંઘ સાથે ચર્ચા કરી. છેલ્લા 15 દિવસમાં અમારે ઘણી ચર્ચા કરી છે. સરકારે 25-6નો આ પત્ર સ્થગિત કરીને તેની અમલવારી મોકૂફ રાખી છે. ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે તમામ વર્ગ અને શિક્ષકોનું અહીત ન થાય તેનું ધ્યાન રાખ્યું છે. આ મુદ્દે પણ આજે અને ભવિષ્યમાં વ્યક્તિગત કે સામૂહિક શિક્ષકને આર્થિક નુકશાન ન જાય તેનું રાજ્યસરકાર ધ્યાન રાખશે'  ચુડાસમાએ જણાવ્યું કે 'આ મુદ્દે વિપક્ષે શિક્ષકોને અને બંને સંઘને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. પરંતુ બંને સંઘે મારા પર અને મુખ્યમંત્રી પર વિશ્વાસ રાખ્યો અને આખા વિવાદનો સંવાદ દ્વારા સુખદ ઉકેલ આવ્યો છે. વિજયભાઈ રૂપાણીની સરકાર વિવાદ નહીં સંવાદ દ્વારા ઉકેલ લાવી છે.'

  પરિપત્ર સરકારે મોકૂફ રાખતા શિક્ષકોને જ્યારથી ગ્રેડ પેનો લાભ મળવા પાત્ર થતો હશે તે થશે. સરકાર વતી ચુડાસમાએ જણાવ્યું કે અમે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે અને તે જ આગામી દિવસોમાં અભ્યાસક્રમ કમી કરવાનો તે નક્કી કરશે.
  Published by:Jay Mishra
  First published:July 17, 2020, 12:46 pm