કોરોના મામલે કૉંગ્રેસે ખોલી સરકારની પોલ! 'જ્યાં વધારે તકેદારીની જરૂર ત્યાં કોઈ જ પગલા નહીં'


Updated: March 5, 2020, 11:09 PM IST
કોરોના મામલે કૉંગ્રેસે ખોલી સરકારની પોલ! 'જ્યાં વધારે તકેદારીની જરૂર ત્યાં કોઈ જ પગલા નહીં'
પ્રતિકાત્મક તસવીર

તંત્ર સબ સલામત હોવાના દાવા કરે છે પરંતુ ગુજરાતમાં 44 જેટલા પોર્ટ મેરિટાઇમ બોર્ડ હસ્તક છે, ચીનથી સૌથી વધુ માલ ભારત આયાત કરાય છે, ત્યારે રાજ્યના પોર્ટ પર કોઈ સ્ક્રીનીંગની વ્યવસ્થા નથી

  • Share this:
વિશ્વના 75 દેશોમાં ફેલાયેલો કોરોના વાયરસે હવે ભારતમાં પણ પગ પેશારો કરી દીધો છે. તો ગુજરાત માં પણ અનેક શંકાસ્પદ કેસ એ નોંધાયા છે. રાજ્ય સરકર દ્વારા એરપોર્ટ,જિલ્લા અને મ્યુનિસિપલ કોરપીરેશન વિસ્તારમાં કોરોના વાયરસ અંગે એક્શન પ્લાન એ તૈયાર કરી દીધો છે. પરંતુ દેશમાં સૌથી મોટો દરિયા કિનારો ધરાવતા રાજ્યના પોર્ટ પર હજુ પણ કોરોના મામલે કોઇ એક્શન પ્લાન રાજ્ય સરકાર દ્વારા કરવામાં નથી આવ્યો ની પોલ ખોલ એ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી એ કરી છે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ન્યુઝ 18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ (coronavirus) અંગે સરકારની બેદરકારીએ સામે આવે છે. સૌથી વધુ ચીનમાં કોરોના વાયરસની અસર છે. ગુજરાતમાં મુખ્યમંત્રી અને વહીવટી તંત્ર સબ સલામત હોવાના દાવા કરે છે પરંતુ ગુજરાતમાં 44 જેટલા પોર્ટ મેરિટાઇમ બોર્ડ હસ્તક છે જેમાં કાર્ગો હેરફેર કરતું કંડલા, મુન્દ્રા, અલંગ શિપયાર્ડમાં વિદેશના જહાજો આવે છે.

જેમાં ચીનથી વધુ માલ ભારત આયાત કરે છે, આ માલ દરિયાઈ માર્ગે આવે છે વિદેશી ક્રુ મેમ્બરો અને શિપ બ્રેકીંગ યાર્ડમાં આવતા શિપના ક્રૂ મેમ્બરોનું સ્ક્રીનીંગ થતું નથી સરકાર એરપોર્ટ પર મોટા મોટા દાવા કરે છે, રાજ્યના પોર્ટ પર આવતા વિદેશી જહાજો માટે સ્ક્રીનીંગની કોઈ વ્યવસ્થા નથી. જ્યાં વિદેશના જહાજો આવે છે એ જહાજના ક્રુ મેમ્બરોની તાપસ કરવામાં આવે. પોર્ટ પર સ્ક્રીનીંગ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવે. સરકારે પોર્ટ ઉપર શુ પગલાં લીધા તે ખબર નથી. પોર્ટ પર વ્યવસ્થા કરવાનું સરકાર ના ધ્યાને નથી આવ્યું.

તો બીજી તરફ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, ગુજરાતમાં કોરોના વાયરસ ની બીમારી સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સતર્ક અને પૂરતી દવાઓ તેમજ સારવાર સુવિધાઓ સાથે સજજ છે તેમણે કહ્યું કે રાજ્ય માં કોરોના વાયરસ નો કોઈ જ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આમ છતાં રાજ્ય સરકારે આ રોગ ના કોઈ પણ સંભવિત દરદીઓ માટે આઇસોલેશન વોર્ડની વ્યવસ્થાઓ કરેલી જ છે.અમદાવાદ અને સુરત માં સ્કીનિંગ પણ કરવામાં આવે છે.

રાજ્ય ના નાગરિકોને આ કોરોના વાયરસ સામે તકેદારી રાખવાનો અનુરોધ કરતા કહ્યું કે સૌ નાગરિકો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ વાયરસ સામે સાવચેતી અંગે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે એટલું જ નહિ બીમારી કે અસ્વસ્થતા જણાય તો તુરતજ સારવાર કરાવી લે અને રાજ્ય સરકારની ફીવર હેલ્પ લાઇન 104 ની પણ મદદ લઈ શકે છે.કોરોના વાયરસ રાજ્ય માં ફેલાય નહિ તે માટે આરોગ્ય વિભાગ પૂરતી દવાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ સાથે સતત સતર્ક છે.
First published: March 5, 2020, 11:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading