Home /News /madhya-gujarat /

હાઈકોર્ટમાં રાજ્ય સરકારે મારી પલટી,દિનેશ, ચિરાગ અને કેતનની જામીન અરજીનો કરશે વિરોધ

અમદાવાદઃ અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં ચિરાગ પટેલ, દિનેશ પટેલ અને કેતન પટેલની રેગ્યુલર જામીન અને વચગાળાની જામીન અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ હતી.સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટમાં પલટી મારી છે.રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે તેઓ આ ત્રણેયની જામીન અરજીનો વિરોધ કરશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં ચિરાગ પટેલ, દિનેશ પટેલ અને કેતન પટેલની રેગ્યુલર જામીન અને વચગાળાની જામીન અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ હતી.સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટમાં પલટી મારી છે.રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે તેઓ આ ત્રણેયની જામીન અરજીનો વિરોધ કરશે.
ભૂતકાળમાં સેશન્સ કોર્ટમાં સુનાવણી સમયે રાજ્ય સરકારની રજૂઆત હતી કે, આ ત્રણેયને જામીન મળે તો તેની સામે રાજ્ય સરકારને કોઈ વાંધો નથી.મહત્વનુ છે કે, સેશન્સ કોર્ટમાં સુનાવણી સમયે, કોર્ટના નિર્દેશ બાદ, ત્રણેય આરોપીઓએ લેખિતમાં બાહેંધરી આપેલી છે કેજો તેમને જામીન મળશે તો તેઓ કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે નહીં, કોર્ટની શરતોનો ભંગ થાય તેવુ કોઈ કાર્ય કરશે નહીં, કોઈ પણ જાતનુ ઉશ્કેરણીજનક ભાષણ કરશે નહીં.

બીજી તરફ રાજ્ય સરકારે પણ અમદાવાદ સેશન્સ કોર્ટમાં કહ્યુ હતુ કે, ત્રણેય આરોપીઓની લેખિત બાહેંધરી જોતાં આ ત્રણેય આરોપીઓને જામીન મળે તો રાજ્ય સરકારને કોઈ વાંધો નથી.
First published:

Tags: ગુજરાત, જામીન અરજી, પાટીદાર આંદોલન, પાટીદાર નેતા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन