Home /News /madhya-gujarat /

સરકારી નોકરી કૌભાંડમાં વધુ ખુલાસા, આરોપી હરિશના ઘરેથી 2 હથિયાર અને અન્ય મુદ્દામાલ મળી આવ્યા

સરકારી નોકરી કૌભાંડમાં વધુ ખુલાસા, આરોપી હરિશના ઘરેથી 2 હથિયાર અને અન્ય મુદ્દામાલ મળી આવ્યા

પકડાયેલા આરોપીની તસવીર

Ahmedabad Crime News: નોકરી અપાવવાના બહાને છેતરપિંડીના (Fraud case) ગુનામાં પકડાયેલ મુખ્ય સુત્રધાર પાસેથી બે હથિયાર તથા શૈક્ષણિક બનાવટી દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે.

અમદાવાદઃ ગુજરાત સરકારની ભરતીમાં (Gujarat Government bharti) ઉમેદવારો પાસેથી નોકરી અપાવવાના બહાને છેતરપિંડીના (Fraud case) ગુનામાં પકડાયેલ મુખ્ય સુત્રધાર પાસેથી બે હથિયાર તથા શૈક્ષણિક બનાવટી દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. ગઇ તા.૪/૪/૨૦૨૨ ના રોજ ગુજરાત સરકારની અલગ અલગ ભરતીઓમાં રાજસ્થાન, ગુજરાત તથા ઉત્તરપ્રદેશ રાજયના ઉમેદવારોને નોકરી અપાવવાની લાલચ આપી ઉમેદવાર નાપાસ/પરીક્ષા આપેલ ન હોય, તેઓના ખોટા ફીજીકલ એડમીટ કાર્ડ બનાવી તેમાં પાસ થયેલ હોવા અંગેના ખોટા રબ્બર સ્ટેમ્પ મારી ઉમેદવારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરેલ હોય. જે બાબતે ડી.સી.બી પોલીસ સ્ટેશન પાર્ટ એ- ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૧૨૨૦૦૩૬/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૪૭૨, ૧૭૦, ૧૨૦ (બી) તથા આઇ.ટી એકટ ૬૬ (ડી)  મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ.

મુખ્ય સુત્રધાર આરોપી હરીશ પ્રજાપતિએ બીજા બનાવટી દસ્તાવેજો બનાવેલ છે કે કેમ ? તે સબંધે તેમજ ગેરકાયદેસરના હથિયારો સબંધે ઉંડાણપુર્વક તપાસ કરવા સુચના અધિકારીઓ દ્વારા આપવમાં આવેલ જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.આર.જાદવ નાઓએ છેતરપિંડીના ગુનાના કામે પકડાયેલ મુખ્ય સુત્રધાર આરોપી હરીશ પ્રજાપતિની ઘનિષ્ટ પૂછપરછ કરતાં તેણે ગુનો કરવા માટે ઉપયોગમાં લીધેલ રબ્બર સ્ટેમ્પ, પિસ્ટલ, ૧૨ બોરની બંદૂક તથા બનાવટી શિક્ષણને લગતા ડોક્યુમેન્ટ તથા છેતરપિંડીના હિસાબની ડાયરીઓ સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્રની બાજુમાં આવેલ વૃધ્ધાશ્રમની રૂમમાં છુપાવી રાખેલ હોવાની કબૂલાત કરેલ.      જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.આર.જાદવ નાઓની આગેવાની હેઠળ હરીશ પ્રજાપતિને સાથે રાખી વૃધ્ધાશ્રમની રૂમમાં સર્ચ તપાસ કરી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.

(૧) એક મેગજીન સાથેની પિસ્ટલ કિ.રૂ.૫૦,૦૦૦/- (૨) એક ખાલી મેગજીન કિ.રૂ.૫૦૦/- (૩) એક પિસ્ટલનું પાઉચ કિ.રૂ.૨૦૦/- (૪) એક ૧૨ બોરની બંદુક કિ.રૂ. ૫,૦૦૦/-(૫) પ્રિન્સીપાલ વિધ્યાસાગર હાઈસ્કુલ દહેગામ ગાંધીનગર લખેલ રબ્બર સ્ટેમ્પ -૧(૬) વિધ્યાસાગર હાઈસ્કુલ દહેગામ ગાંધીનગર લખેલ રબ્બર સ્ટેમ્પ-૧(૭) સાંદિપની હાઈસ્કુલ મીઠાના મુવાડા દહેગામ લખેલ રબ્બર સ્ટેમ્પ-૧(૮) પ્રિન્સીપાલ સાંદિપની હાઈસ્કુલ મીઠાના મુવાડા દહેગામ લખેલ રબ્બર સ્ટેમ્પ-૧(૯) ટ્રુ કોપી સી.કે. ઠાકોર નોટરી ગર્વ.ઓફ ઈન્ડીયા લખેલ રબ્બર સ્ટેમ્પ-૧(૧૦) સીઈન બીફોર મી સી.કે.ઠાકોર નોટરી ગર્વ.ઓફ ઈન્ડીયા લખેલ રબ્બર સ્ટેમ્પ-૧(૧૧) GSTIN: 24BSRPP4466M1ZW લખેલ રબ્બર સ્ટેમ્પ-૧(૧૨) બનાવટી સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ - ૪(૧૩) બનાવટી ધોરણ - ૧૦ ની માર્કશીટ - ૭(૧૪) બનાવટી ધોરણ - ૧૨ ની માર્કશીટ - ૨(૧૫) બનાવટી બોનાફાઇડ સર્ટીફિકેટ - ૬ (૧૬) બનાવટી ટ્રાયલ સર્ટીફિકેટ -૪(૧૭) બનાવટી ડોમીસાઇલ સર્ટીફિકેટ - ૮(૧૮) બનાવટી પોલીસ પ્રમાણપત્ર - ૩ (૧૯) બનાવટી ગ્રામ પંચાયતનો દાખલો - ૧(૨૦) બનાવટી માર્કશીટ બનાવવાનો પરફોમો - ૧(૨૨) અસલ ધોરણ - ૧૦ ની માર્કશીટ - ૩(૨૩) અસલ ધોરણ - ૧૨ ની માર્કશીટ - ૩(૨૪) અસલ સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ - ૧(૨૫) અસલ ટ્રાયલ સર્ટીફિકેટ -૧(૨૬) છેતરપિંડીના હિસાબોની ડાયરી - ૨  મળી કુલ્લે કિ.રૂ.૫૫,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે..

હથિયાર સબંધે હરીશ પ્રજાપતિની પૂછપરછ કરતાં પિસ્ટલ સને - ૨૦૧૪ માં કિસ્તવર જમ્મુ કશ્મીરના લાયસન્સ આધારે ખરીદેલ અને માર્ચ/૨૦૧૭ થી લાયસન્સ રિન્યુ નહી કરાવેલ તેમજ ૧૨ બોર ની બંદૂક સને- ૧૯૯૭ માં અમૃતસર પંજાબના લાયસન્સ આધારે ખરીદેલ જે સને-૧૯૯૯ થી લાયસન્સ રિન્યુ નહી કરાવી બન્ને હથિયારો પોતાના કબ્જામાં રાખેલ હોવાનું તેમજ છેતરપિંડીનો ગુનો કરવા માટે રબ્બર સ્ટેમ્પની દુકાન ઉપર રબ્બર સ્ટેમ્પ બનાવડાવવા તથા લેવા ગયેલ ત્યારે પોલીસ તથા આર્મીનો યુનિફોર્મ પહેરી પિસ્ટલ તથા ૧૨ બોર બંદૂક સાથેને લઇ ગયેલ હોવાની કબૂલાત કરી હતી.

તેમજ મળી આવેલ રબ્બર સ્ટેમ્પ તથા શિક્ષણ અંગેના બનાવટી ડોક્યુમેન્ટ તથા સબંધે પૂછતા સને - ૨૦૧૪ - ૨૦૧૫ ના સમયગાળામાં ધોરણ - ૧૦, ૧૨ માં નાપાસ થયેલ વિધાર્થીઓને પાસ કરાવી સરકારી નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા મેળવી છેતરપિંડીના ગુનામાં પકડાયેલ બુરહાન ગ્રાફીકસના માલિક મુસ્તફા શખાવા નાઓ મારફતે બનાવટી ડોક્યુમેન્ટ બનાવી તેમાં ખોટા રબ્બર સ્ટેમ્પ મારી જાતેથી ખોટી સહિઓ કરી, વિધાર્થીઓને આપેલ તે સિવાયના રાખી મુકેલ ડોક્યુમેન્ટ હોવાની કબૂલાત કરેલ.મળી આવેલ હથિયાર સબંધે ડી.સી.બી પોલીસ સ્ટેશન પાર્ટ બી-ગુ.ર.નં ૧૧૧૯૧૦ ૧૧૨૨૦૦૪૧/૨૦૨૨ આર્મ્સ એકટ કલમ ૨૫(૧)(બી-એ) વિ.મુજબનો અલગથી ગુનો દાખલ કરવામાં આવેલ છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર