સરકાર સેન્સર બોર્ડની સિસ્ટમથી સંતુષ્ટ નથી, જલ્દી થશે મોટા ફેરફાર : અરૂણ જેટલી

Haresh Suthar | Pradesh18
Updated: June 10, 2016, 10:26 AM IST
સરકાર સેન્સર બોર્ડની સિસ્ટમથી સંતુષ્ટ નથી, જલ્દી થશે મોટા ફેરફાર : અરૂણ જેટલી
#પંજાબમાં ફેલાયેલા નશાના રેકેટ ઉપર બનેલી ફિલ્મ ઉડતા પંજાબને લઇને ઉઠેલા વિવાદને શાંત કરવા માટે કેન્દ્રિય સુચના અને પ્રસારણ મંત્રી અરૂણ જેટલીએ ગુરૂવારે પહેલીવાર પોતાનું મૌન તોડ્યું હતું. તેમણે કહ્યું કે, તે વર્તમાન ફિલ્મ સર્ટિફિકેશન સિસ્ટમથી સંતુષ્ટ નથી આ માટે જલ્દીથી સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) નિયમ વધુ ઉદાર બનાવાશે અને આગામી કેટલાક દિવસોમાં આ સંબંધે ફેરફાર કરવામાં આવશે.

  • Pradesh18
  • Last Updated: June 10, 2016, 10:26 AM IST
  • Share this:
નવી દિલ્હી #પંજાબમાં ફેલાયેલા નશાના રેકેટ ઉપર બનેલી ફિલ્મ ઉડતા પંજાબને લઇને ઉઠેલા વિવાદને શાંત કરવા માટે કેન્દ્રિય સુચના અને પ્રસારણ મંત્રી અરૂણ જેટલીએ ગુરૂવારે પહેલીવાર પોતાનું મૌન તોડ્યું હતું. તેમણે કહ્યું કે, તે વર્તમાન ફિલ્મ સર્ટિફિકેશન સિસ્ટમથી સંતુષ્ટ નથી આ માટે જલ્દીથી સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) નિયમ વધુ ઉદાર બનાવાશે અને આગામી કેટલાક દિવસોમાં આ સંબંધે ફેરફાર કરવામાં આવશે.

અરૂણ જેટલીએ CNN-News18ના વિશષે આયોજન #IndiaOfTheYear એવોર્ડ સમારોહમાં એક સવાલનો જવાબ આપતાં આ મામલે પ્રકાશ પાડ્યો હતો. ફિલ્મ ઉડતા પંજાબ મામલે સેન્સર બોર્ડના વલણને લઇને ઉઠેલા વિવાદ વચ્ચે જેટલીએ આ નિવેદન આપ્યું હતું જેને મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

જોકે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મમાં કાપ કૂપ કરવાને લઇને ઉઠેલા વિવાદ પર તેમણે કહ્યું હતું કે, હું એને યોગ્ય નથી માનતો, પરંતુ હું આ મામલે વધુ કંઇ જાણતો નથી કારણ કે મેં હજુ આ ફિલ્મ જોઇ નથી.

તેમણે કહ્યું કે, શ્યામ બેનેગલે સેન્સર બોર્ડમાં ફેરફાર કરવા માટે એક રિપોર્ટ પણ આપ્યો છે. એ મુદ્દે વિચાર ચાલી રહ્યો છે અને અમે ઝડપથી આ મામલે સેન્સર બોર્ડની વ્યવસ્થામાં મોટા ફેરફાર કરવા જઇ રહ્યા છીએ.
First published: June 10, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading