31મી ડિસેમ્બર પહેલા ખેડૂતોને અતિવૃષ્ટિનાં નુકસાન સામે સહાય ચૂકવાશે : કૃષિમંત્રી

News18 Gujarati
Updated: November 27, 2019, 2:09 PM IST
31મી ડિસેમ્બર પહેલા ખેડૂતોને અતિવૃષ્ટિનાં નુકસાન સામે સહાય ચૂકવાશે : કૃષિમંત્રી
ગુજરાતના કૃષિ મંત્રી આર.સી. ફળદુની ફાઇલ તસવીર

'જે ખેડૂતોને 30 ટકાથી વધુનું નુકાસન થયું છે તેમને કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને સહાય કરશે. આ સહાય તેમને 31મી ડિસેમ્બર સુધીમાં મળી જશે.'

  • Share this:
ગાંધીનગર : આ વર્ષે ચોમાસામાં વધુ વરસાદ થતા અતિવૃષ્ટી થઇ છે. પહેલા વાવાઝોડાનો કહેર અને વરસાદની મોસમ પત્યા પછી માવઠાનાં કારણે રાજ્યનાં મોટાભાગનાં ખેડૂતોનાં ઉભા પાકને નુકસાન થયું છે. રાજ્યમાં માવઠાંના કારણે 6 લાખ હેકટરમાં પાકને નુકસાન થયું છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક કેબિનેટ બેઠક યોજાઇ હતી. જે બાદ કૃષિમંત્રી આર.સી.ફળદુએ મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે મહત્વની વાત કરી કે, જે ખેડૂતોને 30 ટકાથી વધુનું નુકાસન થયું છે તેમને કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને સહાય કરશે. આ સહાય તેમને 31મી ડિસેમ્બર સુધીમાં મળી જશે.

આર. સી ફળદુએ વધુમાં જણાવ્યું કે, 'આ વર્ષે વીતેલા 10થી 15 વર્ષમાં વધુ વરસાદ થયો છે જેના કારણે નુકસાન પણ વધુ થયું છે. જ્યારે જ્યારે ખેડુતો પર કુદરતી આફત આવી છે ત્યારે ખેડૂતની પડખે ઉભા રહેવા માટે પ્રમાણિકતાથી નિર્ણયો લીધા છે. રાજ્યમાં આ વર્ષે પહેલા ન થયો હોય તેવો વરસાદ આ વર્ષે થયો છે જેના કારણે ખેડૂતનાં ઉભા પાક નષ્ટ પામ્યાં છે.'

આ પણ વાંચો : રૂપાણી સરકારે આંગણવાડીના બાળકોને ફળો ખાવા માટે 1 રૂપિયો આપ્યો, રૂપિયામાં કયું ફળ આવે?

રાજ્ય અને કેન્દ્ર સરકારે સર્વે કરીને જે ખેડૂતોને 33 ટકાથી વધુ નુકસાન છે તેમને મદદ કરવામાં આવશે. રાજ્યનાં 251 પૈકી 248 તાલુકાનાં ખેડૂતોની પડખે ઉભા રહેવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જે અંગે હું મુખ્યમંત્રીનો આભાર માનું છું. આજે થયેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, ખેડૂતોને ઓનલાઇન એપ્લિકેશન કરાવીને જેને આ લાભ મળવાનો છે તે બધા જ ખેડૂતોનાં ખાતામાં જલ્દીથી રુપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. આ બધી જ કામગીરી 31મી ડિસેમ્બર પહેલા આ બધા જ ખેડૂતોની કામગીરી પૂર્ણ કરીને તેમના ખાતામાં પૈસા જમા થઇ જાય.

આ પણ વાંચો : PIની ભરતીમાં છબરડા? પરીક્ષામાં ટેક્નિકલ એરરને કારણે વિદ્યાર્થીઓને દોડતા અટકાવાયા

કૃષિમંત્રીએ મગફળની ખરીદી અંગે જણાવ્યું કે, કેન્દ્રની નાફેડ દ્વારા રાજ્યનાં 145 તાલુકમાં જ્યાં મગફળીનો પાક થાય છે ત્યાં ખરીદીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જેમાં 30 હજાર જેટલી મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે.
First published: November 27, 2019
વધુ વાંચો
अगली ख़बर