અમદાવાદ શહેરમાં રથયાત્રા નિકાળવા સરકાર પાસે અનેક વિકલ્પો હતા?

અમદાવાદ શહેરમાં રથયાત્રા નિકાળવા સરકાર પાસે અનેક વિકલ્પો હતા?
અમદાવાદ શહેરમાં રથયાત્રા નિકાળવા સરકાર પાસે અનેક વિકલ્પો હતા?

ભગવાન જગન્નાથની ઐતિહાસિક 143મી રથયાત્રા આ વર્ષ કોરોના મહામારીના પગલે નહીં નીકળવાના હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા મંદિર ટ્રસ્ટ સાથે બેઠક કરી મંદિર પરિસરમાં જ રથ ફેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

  • Share this:
અમદાવાદ : ભગવાન જગન્નાથની ઐતિહાસિક 143મી રથયાત્રા આ વર્ષ કોરોના મહામારીના પગલે નહીં નીકળવાના હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા મંદિર ટ્રસ્ટ સાથે બેઠક કરી મંદિર પરિસરમાં જ રથ ફેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ઐતિહાસિક રથ યાત્રા ન નીકળવાના આ નિર્ણયથી રાજ્યમાં ભગવાન જગન્નાથના અનેક ભક્તો નારાજ થયા છે.

ગુજરાતના બુદ્ધિજીવીઓનું માનવું છે કે રાજ્ય અને દેશમાં ન્યાયતંત્ર એ સર્વોપરી છે પરંતુ જ્યારે ધર્મની વાત આવે ત્યારે ચોકસ ન્યાય તંત્રએ ધર્મ ગુરુઓને સાથે લઈ નિર્ણય લેવો જોઈએ. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા છેલ્લા 142 વર્ષેથી નીકળી રહી છે. અમદાવાદ શહેરમાં તોફાનો અને કર્ફ્યૂના સમયે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. ત્યારે કોરોના મહામારી સમયે પણ રથયાત્રા નીકાળી શકાય તેવો દાવો કર્યો હતો.આ પણ વાંચો - અમદાવાદની રથયાત્રા મામલે મંદિરના મહંત દિલિપદાસજીનું નિવેદન : 'ભક્તો માટે સારા સમાચાર આવશે'

ગુજરાતના જાણીતા બુદ્ધિજીવી શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે અમદાવાદનો ઇતિહાસ જોઇએ તો જ્યારે અમદાવાદમાં તોફાન અને કર્ફ્યૂ હોવા છતાં પણ રથયાત્રા નીકળી હતી. 142 વર્ષનો આ રથયાત્રાનો ઈતિહાસ છે. વૈશ્વિક મહાસત્તા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે જો રાતોરાત અભિવાદન સમિતિ બની શકતી હોય તો ચોકસ રથયાત્રા માટે રાજ્ય સરકારે હાઇકોર્ટે સમક્ષ પોતાનો પક્ષ મૂકી રથયાત્રા નીકાળી શક્ત. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોરોના મહામારીના પગલે રાજ્ય સરકાર રથ યાત્રા નીકળવાના પક્ષમાં ન હતી. એટલા માટે જ રાજ્ય સરકારે હાઇકોર્ટ નિર્ણય બાદ પોતાનો પક્ષ કોર્ટ સમક્ષ મુક્યો નથી.

તેમણે જણાવ્યું હતું કે કોઈ એક વ્યક્તિએ જાહેર હિતની અરજી કરી અને હાઈકોર્ટે તેને મંજૂર કરી દીધી અને સરકારે તેનો સ્વીકાર કરી લીધો પરંતુ સાથે સાથે એ ના ભૂલવું જોઈએ કે હિંદુ સનાતન ધર્મમાં જે ફ્લેક્સિબિલિટી છે તે બીજા કોઈ ધર્મમાં નથી. સરકારે રથયાત્રાની કાઢવા માટે માટે પોતાનો પક્ષ મૂકવો જોઈતો હતો હતો. હવે સરકારે આ નિર્ણય લે છે કે રથયાત્રા મંદિર પરિસરમાં નીકળશે તો તે કુંડળીમાં ગોળ ભાગ્યા સમાન છે. રથયાત્રાના રૂટમાં તમે જો લાકડીઓના તારે ફેરવ્યો હોત અને જનતા કર્ફ્યૂનું આહવાન કર્યું હોત તો લોકો સમર્થન આપત. સરકાર પાસે અનેક વિકલ્પો હતા તેમ છતાં રથયાત્રા નીકળવા માટે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. જે કન્ટેનમેન્ટ ઝોનમાંથી રથયાત્રા નીકળતી હતી તે કન્ટેન્મેન્ટ ઝોન ને બાદ કરી રથયાત્રાને ટૂંકાવી દે પરંતુ રાજ્ય સરકારે આ દિશામાં વિચારવાનો કોઈ નિર્ણય નિર્ણય લીધો ન હતો.
First published:June 22, 2020, 21:46 pm

ટૉપ ન્યૂઝ