હાર્દિક પટેલની સભામાં મારામારીઃ હવે સરકારે કરી 150થી વધુ લોકો સામે ફરિયાદ

News18 Gujarati
Updated: April 21, 2019, 4:09 PM IST
હાર્દિક પટેલની સભામાં મારામારીઃ હવે સરકારે કરી 150થી વધુ લોકો સામે ફરિયાદ
પોલીસે વચ્ચે પડી સમગ્ર મામલો કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શનિવારે રાતે અમદાવાદના નિકોલ વિસ્તારમાં હાર્દિક પટેલની સભા દરમિયાન થયેલી મારામારી મામલે સરકાર તરફથી ગુનો નોંધાયો છે. સમગ્ર ઘટના અંગે હાર્દિકની સભા માટે મંજૂરી લેનારા કૃણાલ પટેલનું નિવેદન લેવામાં આવશે. પોલીસનું કહેવું છે કે અલ્પેશ કથીરિયા અને હાર્દિક પટેલના ગ્રૂપના લોકો વચ્ચે મારામારી સર્જાઇ હતી.

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે. અમદાવાદમાં હાર્દિક પટેલની સભામાં થયેલા હોબાળામાં સરકાર તરફથી ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં સભાની મંજૂરી લેનારા કૃણાલ પટેલનું પહેલા નિવેદન નોંધવામાં આવશે, તથા મારીમારી કરનારા 150થી 200ના ટોળા અને પકડાયેલા 5 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

અહીં ક્લિક કરી વાંચોઃ શ્રીલંકાની પોલીસે 10 દિ' પહેલા જ જાહેર કર્યું હતું ઇન્ટેલિજન્સ એલર્ટ, બ્લાસ્ટ બાદની ભયાવહ તસવીરો

સાથે જ પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે હાર્દિક પટેલની સભામાં હોબાળો મચાવવા આવેલા પાંચ શખ્સો અલ્પેશ કથીરિયાના સમર્થકો હતા, જેઓ સુરતથી વિરોધ કરવા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાતે હોબાળા બાદ પોલીસે વિરોધ કરવા આવેલા પાંચેય શખ્સોની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેઓને છોડી મૂક્યા હતા. હવે સરકારની ફરિયાદ બાદ ફરી આ પાંચેય શખ્સોની ધરપકડ કરવામાં આવશે.

અલ્પેશના સમર્થક પાંચ શખ્સો અને સભામાં મારામારી કરનારા 150 લોકોના ટોળા સામે IPC 142,143, 147, 145,149, 323, 188,427 લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 127 મુજબ ગુનો નોંધાયો છે.
First published: April 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading