ગુજરાતમાં 0થી 16 ગુણાકવાળા 16,19,226 પરિવારો અને 17થી 20 ગુણાકવાળા 15,22,005 પરિવારો એટલે કે ગુજરાતમાં અન્ન નાગરિક પુરવાઠા પ્રમાણે 31,41,231 પરિવારો ગરીબી રેખા નીચે એટલે કે 1,88 લાખ કરતા વધુ ગરીબો ગુજરાતમાં, સરકારમાં અન્ય વિભાગ મુજબ 40 લાખથી વધુ ગરીબ પરિવારો છે .
વધુમાં મનિષ દોશીએ જણાવ્યુ હતુ કે મધ્યાહન ભોજન હેઠળ મળવાપાત્ર ભોજનના હક્કથી બાવન લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને કોરોના કાળમાં વંચિત રાખવાનું કામ ભાજપ સરકારે કર્યું છે . આંગણવાડી - બાલકેન્દ્રોના લાખો બાળકો કોરોના કાળમાં પોષણયુક્ત આહારથી વંચિત રહ્યાં છે.
કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારમાં વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ અને યુ.પી.એ. ચેરપર્સન સોનિયા ગાંધીએ દેશના ગરીબ અને સામાન્ય પરિવારોને જીવન જીવવા માટે અન્ન સુરક્ષા કાયદો આપ્યો જે અન્વયે ગુજરાતમાં 54 ટકા પરિવારોને એટલે કે 3.50 કરોડ નાગરિકોને સીધો ફાયદો કર્યો હતો.
ગુજરાતમાં અન્ન સુરક્ષા કાયદા હેઠળ નાગરિકોને મળવા પાત્ર અનાજનો જથ્થો મોટા પાયે સગેવગે કરવાનું કામ ભાજપ શાસનમાં અનાજ માફિયાઓ કરી રહ્યાં છે. ગરીબોને અન્નનો અધિકાર આપવામાં આવે છે તે દુકાનદારો અને માફીયાઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓને કારણે અન્ન સુરક્ષા અધિકારથી વંચિત રહે છે.