16 અને 17 ડિસેમ્બરએ રાષ્ટ્રીયકૃત Bank employees strike,ગુજરાતમાં કેવી પડશે અસર?
16 અને 17 ડિસેમ્બરએ રાષ્ટ્રીયકૃત Bank employees strike,ગુજરાતમાં કેવી પડશે અસર?
પ્રતિકાત્મક તસવીર
Bank strike news: આ દેશ વ્યાપી હડતાળમાં ગુજરાતની બેંકોની (Gujarat banks) 4800 બ્રાન્ચના 70 હજાર બેન્ક કર્મચારીઓ (employees) જોડાશે. જેના કારણે અંદાજે 20 હજાર કરોડના બેન્ક વ્યવહારને અસર થશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
અમદાવાદઃ આગામી બે દિવસ સરકારી બેંકો (Government banks) બંધ રહેશે કારણ કે ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશનએ (All India Bank Officers Confederation)16-17 ડિસેમ્બરે રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓની હડતાળ (Bank employees strike) જાહેર કરવામાં આવી છે. આ દેશ વ્યાપી હડતાળમાં ગુજરાતની બેંકોની (Gujarat banks) 4800 બ્રાન્ચના 70 હજાર બેન્ક કર્મચારીઓ (employees) જોડાશે. જેના કારણે અંદાજે 20 હજાર કરોડના બેન્ક વ્યવહારને અસર થશે તેવો દાવો કરવામાં આવ્યો છે. બેંક કર્મીઓ જેપી ચોક ખાનપુરથી લઇને વલ્લભસદન સુધી રેલી યોજી વિરોધ નોંધાવશે.
બેંકોના ખાનગી કરણના વિરોધમાં ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ ફેડરેશન (All India Bank Officers Confederation)) દ્વારા હડતાલનું એલાન (Bank employees strike) આપવામાં આવ્યું છે. વધુને વધુ બેન્ક કર્મચારીઓ આ હડતાળમાં જોડાય તે અંતે સોશિયલ મીડિયામાં પણ આંદોલનનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દેશવ્યાપી હડતાળમાં પુરા દેશમાંથી 10 લાખ બેન્ક કર્મચારીઓ જોડાશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયનના જનરલ સેક્રેટરી જનક રાવલ જણાવે છે કે રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણ સામે બેંક કર્મચારીઓએ હવે બાયો ચઢાવી છે. બેંક કર્મચારીઓ શિયાળુ સત્રમાં આવનાર બેન્કિંગ એમેન્ડમેન્ટ લો સુધારા વિધેયકનો પણ વિરોધ કરી રહ્યા છે. આ કાયદા અનુસાર સરકાર રાષ્ટ્રીયકૃત બેંકને ખાનગી માલિકને સોપી શકે છે. એટલે બેંકોનું ખાનગીકરણ થઈ શકે છે.
આ નિર્ણયથી બેંકના ગ્રાહકોને પણ મોટી અસર થશે. બેંકના થાપણદારોએ બેંકમાં મુકેલી થાપણ એક જ ઠરાવથી ખાનગી માલિકના હાથમાં જવાનો પણ ડર છે. બેન્ક કર્મચારીઑના દાવા પ્રમાણે ખાનગી માલિકના હાથમાં સત્તા જતી રહેશે.
આથી બેન્કના થાપણદારો તેમજ કર્મચારીઑને મોટું નુકસાન થવાની ભીતિ છે. જેના વિરોધમાં અગાઉ પણ 7 ડિસેમ્બરએ ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. બેંકોના ખાનગીકરણ સામે આમ જનતાને જાગૃત કરવા ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન અભિયાન ચલાવાઈ રહ્યું છે.
મહત્વનું છે કે ગત ૨૬ નવેમ્બરએ પણ અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસે બેન્ક કર્મીઓએ દેખાવો યોજ્યા હતા. બેંકોના ખાનગીકરણ સામેના વિરોધમાં ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફિડરેશન એ ધારણા પ્રદર્શન કર્યા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર