ગાંધીનગર : 25થી વધુ બોર્ડ નિગમમાં ચેરમેન-વાઇસ ચેરમેન નિમાશે, BJP નેતાઓના 'અચ્છેદિન' નજીક


Updated: September 12, 2020, 2:24 PM IST
ગાંધીનગર : 25થી વધુ બોર્ડ નિગમમાં ચેરમેન-વાઇસ ચેરમેન નિમાશે, BJP નેતાઓના 'અચ્છેદિન' નજીક
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સીઆર પાટીલની તસવીર

કૉંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોને પણ મળી શકે છે ચાન્સ, ગાંધીનગર અને કમલમમાં ચર્ચાનો માહોલ

  • Share this:
ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓ માટે ખૂબ (BJP Gujarat) સારા સમાચાર આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી જે બોર્ડ નિગમ નિમણૂકની કાગડોળે રાહ જોઈ રહેલા પ્રદેશ ભાજપમાં નેતાઓને હવે ટુંક સમયમાં બોર્ડ નિગમમાં નિમણૂક મળશે. સૂત્રો પાસે મળતી માહિતી પ્રમાણે પ્રદેશ અધ્યક્ષ તરીકે C.R.પાટીલે કમાન સંભાળ્યા બાદ દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ અને ઉત્તર ગુજરાતના પ્રવાસ બાદ પ્રદેશ સંગઠન સરચના ની કામગીરી હાથ ધરવાના હતા. ત્યારબાદ પ્રદેશ સંગઠન માંથી પડતા મુકાયેલ સિનિયર તેમજ જે તે સમયે પાર્ટી દ્વારા કમિટમેન્ટ અપાયેલ નેતાઓને બોર્ડ નિગમમાં (Appointments in Board nigam) નિમણૂક આપવામાં આવશે.પરંતુ હવે જ્યારે પ્રદેશ સંગઠન પણ થોડું મોડું જાહેર થવાનું છે ત્યારે તેની સાથે જ બોર્ડ નિગમ ની નિમણૂક પણ કરવામાં આવશે.

પાર્ટી સૂત્રો ના જણાવ્યા પ્રમાણે વિજય રૂપાણી અને જીતુ વાઘાણી દ્વારા લોકડાઉન પહેલા મહુડી મંડળને એક લિસ્ટ મોકલવામાં આવ્યું હતું.પરંતુ મહુડી મંડળ દ્વારા તે લિસ્ટ પરત મોકલવામાં આવ્યું હતું. ત્યારે હવે મહુડીમંડળ દ્વારા જ બોર્ડ નિગમની નિમણૂક માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો :  દક્ષિણ આફ્રિકામાં વધુ એકવાર ગુજરાતી સાથે લૂંટ, CCTVમાં નીગ્રો લોકોની દાદાગીરી કેદ

પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે 25થી વધુ બોર્ડ નિગમમાં ચરમેન,વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂક માટે તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે.જેમાં કૉંગ્રેસ માંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા  ધારાસભ્યોમાંથી 5 ધારાસભ્યોને બોર્ડ નિગમ માં સ્થાન મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

તો સાથે જ  પ્રદેશ ભાજપ સંગઠન માં મોટા ફેરફાર આવે તો પ્રદેશ સંગઠન માંથી પડતા મુકવામાં આવતા નેતાઓને બોર્ડ નિગમમાં સ્થાન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીમાં આગામી સમયમાં નવા સંગઠનની રચનામાં પ્રદેશના નવા માળખાની પણ જાહેરાત થશે. સી.આર. પાટીલ પ્રમુખ બન્યા બાદ બે વાર દિલ્હી દરબારમાં જઈ આવ્યા છે.સૂત્રોના જણાવ્યા મુજબ પાટીલ સાજા થતા જ ભાજપની નવી ટીમ જાહેર કરી દેવામાં આવશે.આ પણ વાંચો :  ગઢડા : સાંખ્યયોગી બહેનો વચ્ચે બબાલ, આચાર્ય પક્ષની બહેનો પર ગાળાગાળી કરી માર મારવાનો આક્ષેપ
Published by: Jay Mishra
First published: September 12, 2020, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading